સ્માર્ટ સીટી અમદાવાદ નો ખતરનાક નજારો સામે આવ્યો..રસ્તા પર થી પસાર થયેલ કાર ભુવા માં ખાબકતા હાહાકાર…
ગુજરાત ના સ્માર્ટ સીટી અમદાવાદ માં રવિવાર સાંજ થી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અવરજવર કરી રહેલા લોકો ને વરસાદ ના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એવામાં સ્માર્ટ સીટી અમદાવાદ માં તંત્ર ની પ્રિ-મોન્સૂન ની કામગીરી પર સવાલો ઊંઠયા છે. વરસાદ થી ઠેર ઠેર રસ્તા પર એટલા બધા પાણી ભરાય ગયા છે કે, અમદાવાદ માં તળાવ જેવી સ્થિતિ નું નિર્માણ થઇ ગયું છે.
રવિવાર સાંજ થી અનરાધાર વરસી રહેલા વરસાદે અમદાવાદ ના દાણલીમડા, ઇસ્કોન બ્રિજ, બોપલ, ઘુમા, વેજલપુર, ગોમતીપુર વગેરે જેવા વિસ્તારો માં જળબમ્બાકાર ની સ્થિતિ નું નિર્માણ થઇ ગયું છે. વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર પાણી ભરવાના શરુ થઇ ગયા હતા. એવામાં સ્માર્ટ સીટી અમદાવાદ માં તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન ની કામગીરી ના નામે કરોડો રૂપિયા રસ્તાઓ પાછળ ખર્ચવામાં આવતા હોય છે.
કરોડો રૂપિયા ના કામ પર રસ્તાઓ સારા બનાવવામાં આવતા હોય એવામાં હાલમાં અમદાવાદ માં શાહીબાગ કોન્ટેન્ટમેન્ટ વિસ્તાર માં એક મોટો ભુવો પડ્યો. શાહીબાગ વિસ્તાર માં એક રસ્તા પર એટલો મોટો ભુવો પડ્યો કે, અડધી કાર ખાડા માં સમાય ગઈ હતી. કાર રસ્તા પર થી જય રહી હતી તે સમયે અચાનક રસ્તા માં ધડામ કરતા ખાડા માં ખાબકી અને તેમાં સવાર લોકો ને મોટી ઈજાઓ થવા પામી હતી.
અમદાવાદ માં વરસાદ ના પગલે ઘુંટણ સમા પાણી ભરાય ચુક્યા હતા. વરસાદ રહી ગયા બાદ પણ 5 થી 6 કલાક સુધી વરસાદ નું પાણી રસ્તા પર થી દૂર થયેલું જોવા મળતું નથી. એવી કપરી પરિસ્થિતિ માં લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ માં અમુક વિસ્તારો માં 18 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. અને આખા અમદાવાદ માં સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.