ગુજરાત ના પ્રસિદ્ધ ગાયક ‘કાજલ મહેરિયા’ લાખો લોકો ના છે પ્રિય કલાકાર જાણો તેના જીવન ની કહાની…
ગુજરાત ના ગાયક કલાકાર કાજલ મહેરિયા.કાજલ મહેરિયા ને આ સ્ટેજ પર પહોંચવા માટે ઘણા સંઘર્ષો નો સામનો કરવો પડ્યો છે. એક નાના કુટુંબ માં જન્મેલી કાજલ મહેરિયા આજે ખુબ જ નામના કમાય ચુક્યા છે. 1992 માં મહેસાણા જિલ્લા ના વિસનગર તાલુકાના ગોઠવા ગામમા કાજલ મહેરિયા નો જન્મ થયો હતો. તેમના પિતા નગીનભાઈ ખેતી નું કામકાજ કરે છે. આજે કાજલ મહેરિયા લોકો માં ખુબ જ પ્રિય ગાયક બની ચુકી છે.
કાજલ મહેરિયા ને બાળપણ થી જ ગાવાનો ખુબ શોખ હતો. જયારે તે સ્કૂલ માં ભણતા ત્યારે તે સ્કૂલ ના દરેક પ્રોગ્રામ માં ભાગ લેતા હતા. અને ધીરેધીરે તે સ્કૂલ માંથી ગાયન તરફ આગળ વધવા લાગ્યા હતા. જીગ્નેશ કવિરાજ સાથે તેમનું આલબમ સોંન્ગ્સ પણ આવેલું છે. અને ખુબ જ પ્રસિદ્ધ જોવા મળે છે. કાજલ મહેરિયા મ્યુઝિક ની દુનિયામાં ખુબજ નામના મેળવી ચુક્યા છે.
તે ગરબા, સ્ટેજ પ્રોગ્રામ, હિન્દી ગીતો વગેરે પ્રોગ્રામ માં તે ખુબ જ સરસ પરફોર્મ કરતા નજરે ચડે છે. કાજલ મહેરિયા ના પ્રોગ્રામ માં લાખો ની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આજે તે લક્સરીયસ જીવન જીવી રહ્યા છે. તે આજે ઘણી સંપત્તિના માલિક છે. તેને નાનપણ માં અનેક મુશ્કિલો નો સામનો કરેલો છે. થોડા સમય પહેલા જ તેની સામે એક ઘટના બની હતી.
જેમા તેની સાથે એક મારામારી ની ઘટના બની હતી. જેમાં તેને થોડી ઈજાઓ પણ થવા પામી હતી. આ દરમિયાન તેને આ બાબતે પોલીસ ને પણ જાણ કરી હતી. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.