કમો નું તો હાલી ગયું ! અમેરિકા માંથી કમા પર થયો ડોલર નો વરસાદ. કિર્તીદાન ગઢવી ના અમેરિકા ના કાર્યક્રમ માં થયું એવું, જુઓ વિડીયો.
ગુજરાતના દરેક ઘરમાં પ્રખ્યાત આજે એક દિવ્યાંગ વ્યક્તિ કમો હવે વિદેશમાં પણ ફેમસ થવા લાગ્યો છે. રાતો રાત દરેક લોકોના મોઢે દિવ્યાંગ વ્યક્તિનું નામ ચડી ગયું હતું. કિર્તીદાનભાઈ ગઢવી કમાનો હાથ ઝાલ્યા પછી કમા નું જીવન જ બદલાઈ ગયું છે. કમાના માતા પિતાએ પણ આ વાત કહી હતી કે જ્યારે કિર્તીદાનભાઈ ગઢવી કમાનો હાથ પકડ્યો ત્યારથી તેના ઘરની પરિસ્થિતિ પણ ખૂબ જ બદલાઈ ગઈ.
હવે કમો માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાતની બહાર વિદેશમાં પણ ફેમસ થવા લાગ્યો છે. અમેરિકામાં કિર્તીદાનભાઈ ગઢવીના કાર્યક્રમમાં કમા ને ૫૦૦ ડોલર ભેટમાં મળેલા છે. આ બાબતે વાત કરીએ તો હાલમાં કિર્તીદાનભાઈ ગઢવી અમેરિકામાં ગુજરાતી લોકોને પ્રિ નવરાત્રી માટે ઝુમાવવા ગયા છે. જ્યારે કિર્તીદાનભાઈ ગઢવીના કાર્યક્રમમાં એક વ્યક્તિએ કમા ને યાદ કરીને કમાને ભેટમાં 500 ડોલર કિર્તીદાનભાઈ ગઢવી ને આપ્યા હતા.
જે બાદ કિર્તીદાનભાઈ ગઢવીએ 500 ડોલર નોટ નો સ્વીકાર કર્યો. અને કમા ને યાદ કરીને રસીયો રૂપાળો ગીત લલકાર્યું હતું. આ રકમ કિર્તીદાનભાઈ ગઢવી તેના સ્ટાફને આપી જે બાદમાં કમાને આપવામાં આવશે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ ગઢવીને કહેવા લાગ્યા કે કમાને અમેરિકા લાવવામાં આવે ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી અનોખો જવાબ આપ્યો હતો. જે વીડિયોમાં સાંભળી શકાય છે.
ત્યારે કમા ને અમેરિકા નહીં પણ દુબઈ લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આમ કમો આજે વિદેશમાં પણ ફેમસ થઈ ચૂકેલો છે. અને વિદેશમાંથી પણ કમાને રૂપિયા આપવામાં આવે છે. પરંતુ કમા ની ખાસિયત પણે છે કે તેને મળતા રૂપિયા તે પોતાના ગામ કોઠારીયામાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે. આમ દિવ્યાંગ વ્યક્તિમાં પણ માનવતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!