કરો કષ્ટભંજનદેવ નાં હિમાલયની ઝાંખી ના દર્શન અને મેળવો ધન્યતા…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી ઘણી જ વિશાળ છે. વળી આ સમગ્ર પૃથ્વી પર અનેક લોકો વસવાટ કરે છે. આ તમામ લોકો એક બીજાથી અલગ અલગ હોઈ છે. ત્યારે આપણને વિચાર આવે કે આવી મોટી પૃથ્વી અને આટલા બધા જીવો ક્યાંથી આવ્યા અને તેમનું સંચાલન કોણ કરતું હશે.
તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર દુનિયા ને ચલાવનાર દિવ્ય શક્તિ છે. જેને આપણે સૌ ઈશ્વર કહીએ છિએ. લોકો ઇશ્વરને અલગ અલગ રૂપમાં પૂજે છે. પરંતુ અંતે તમામ લોકો એક જ દિવ્ય શક્તિ ની પૂજા કરતા હોઈ છે. ભારત માં પણ એવા અનેક મંદિરો છે કે જે ઈશ્વર પ્રત્યે માનવી ની શ્રદ્ધા વધારે છે.
આપણે અહીં એક એવા જ મંદિર વિશે વાત કરવાની છે કે જેના પર માનવી ને અતૂટ શ્રદ્ધા છે. અને માનવી ઘણી જ આસ્થા સાથે અહીં પોતાની શીશ જુકાવે છે. આપણે અહીં સાળંગપુર ગામે આવેલા ભગવાન કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા ના મંદિર અને તેમના શણગાર વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ અને એવી લોક વાયકા પણ છે કે હનુમાનજી દાદા અજર અમર દેવ છે. હનુમાનજી નું જે ભક્ત સાચા મનથી સ્મરણ કરે છે તેમને હનુમાનજી ના દર્શન અવસ્ય થાય છે. જયારે પણ વ્યક્તિ કોઈ મુશ્કેલી માં હોઈ કે કોઈ પણ બધા તેને નડતી હોઈ અને વ્યક્તિ ને જ્યારે એમ થાય કે તેની પાસે હવે કોઈ માર્ગ વધ્યો નથી તેવામાં આવી વ્યક્તિ જો એક વાર દાદાની શરણ માં આવીને સાચા મનથી દાદા ને યાદ કરે છે તો દાદા તેમની અવશ્ય મદદ કરે છે.
આપણે અહીં સાળંગપુર ગામે આવેલા ભગવાન કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા ના મંદિર વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે આ મંદિર કરોડો લોકોની આસ્થા નું પ્રતીક છે. અને લોકો અહીં ઘણા શ્રદ્ધા ભાવથી આવે છે.
મિત્રો જણાવી દઈએ કે આ ધનુર્માસ નિમિત્તે અહીં દરરોજ મારૂતિયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ મારૂતિયજ્ઞ રોજ સવારે 9થી 12 અને સાંજે 3થી 6 સુધી શરૂ છે. જો વાત શનિવાર ના હનુમાનજી દાદા ના શણગાર અંગે કરીએ તો આ શનિવારે હનુમાજી દાદાને હિમાલયની ઝાંખીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેનો લાભ અનેક ભક્તોએ રૂબરૂ તો ઘણા ભક્તોએ ઓનલાઈન લીધો હતો.