નિરાધાર માતા-પુત્રી ની વ્હારે આવ્યા ખજુરભાઈ. 32-વર્ષ ની દીકરી ની સ્થિતિ જોઈ તમે પણ રડી પડશે, જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં નીતિનભાઈ જાની એટલે કે લોકલાડીલા ખજૂર ભાઈ પોતાનું કામ સારી રીતે જાણે છે. ગુજરાતના ખૂણે ખૂણે જઈને ગરીબ લોકોની મદદ કરે છે. ગરીબ લોકોને ઘર બનાવી આપે છે. એવામાં ખજૂર ભાઈ નો હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખજૂર ભાઈએ એક નિરાધાર માતા અને દીકરીના ઘરની જવાબદારી ઉઠાવી અને તેને રાતોરાત ઘર બનાવી આપવાની શરૂઆત કરી.
વધુ વિગતે વાત કરવામાં આવે તો નીતિનભાઈ જાની હાલમાં તાપી જિલ્લામાં આવેલા ટીચકપુરા ગામ ની મુલાકાત લીધી હતી. આ ગામ બારડોલી અને વ્યારા ની વચ્ચે આવેલ છે. જ્યારે ખજૂર ભાઈ આ ઘરની મુલાકાત લેવા ગયા ત્યારે એક 32 વર્ષની નિરાધાર દીકરી ઘણા વર્ષોથી ખાટલામાં છે. આ બહેનનું નામ નીલમ બહેન છે. નીલમ બહેનની આર્થિક સ્થિતિ ખજૂર ભાઈએ જોઈ તો તે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
નીલમ બહેનના ઘરની હાલત પણ ખૂબ જ જર્જરીત હતી. જ્યારે નીલમ બહેન ની માતા ઇલાબેને ખજૂર ભાઈને વધુ વિગતે જણાવ્યું હતું. તે જણાવે છે કે તેઓ તેમની દીકરી માટે સવારે જમવાનું બનાવીને ખેતરે કામ કરવા ચાલ્યા જાય છે. સાંજે 5:00 વાગે પરત ફરે છે. ત્યાં સુધી તેની દીકરી ઘરમાં એકલી જ રહે છે. તે કહે છે કે તેની દીકરીની સાર સંભાળ લેવા કોઈ આવતું નથી. નાતો ગામના લોકો અને નાતો સમાજના લોકો કોઈ જ આવતું નથી.
ઘરે નીલમબેન એકલા હોય તો પણ કોઈ ઘરે બેસવા આવતું નથી. આ બાબતની ખજૂર ભાઈ એ ભારે નિંદા કરે છે. ખજૂર ભાઈને આ ઘર જોયા પછી તેને અને તેની ટીમે રાતોરાત ઘર બનાવવાનું ઉપાડ્યું હતું. નીલમબેનના જર્જરિત ઘર ને પાડીને નવું ઘર બનાવવાની શરૂઆત કરી દીધી હતી અને તેમાં ખજૂર ભાઈ અને તેને ટીમ તનતોડ મહેનત કરી રહ્યા હતા.
આનો વિડીયો જોઈને લોકો પણ ખજૂર ભાઈના વખાણ કરી રહ્યા છે. તો નીલમબેન પ્રત્યે લાગણી દર્શાવી રહ્યા છે. ખજૂર ભાઈનું આ માનવતા ભર્યું કામ જોઈને લોકો ખજૂર ભાઈના વખાણ કરતા થાકતા નથી અને નીલમબેન ની હાલત જોઈને લોકો તેના પ્રત્યે સંવેદના દર્શાવી રહ્યા છે. ખજૂર ભા આજ સુધી આવા અનેક ઘરો બનાવી ચૂક્યા છે અને ગરીબ લોકોને આર્થિક મદદ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!