Gujarat

કિર્તીદાન ગઢવીના તાલે ફરી એકવાર જુમી ઉઠયું અમેરિકા અહીંના ગુજરાતીઓ અને ભારતીઓ એ તેમના પર…….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ તેમ ગુજરાતી સિનેમા અને ગુજરાતી સંગીત સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને સમગ્ર દુનિયામાં અનેક લોકો આવા સંગીત અને ફિલ્મો ના દીવાના છે સમગ્ર દુનિયામાં ગુજરાતી સિનેમા અને સંગીત સહીત તમામ કલાકારો પોતાની આગવી છાપ ધરાવે છે પરંતુ વચ્ચે થોડા સમય માટે ગુજરાતી ફિલ્મ જગત અને સંગીત ની દુનિયા ઝાંખી પડી ગઈ હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષો થી આ જગતે સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ પાછી મેળવી લીધી છે.

હાલમાં ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ અને આખી દુનિયા ગુજરાતી ફિલ્મો અને સંગીત ના લાખો અને કરોડો દિવાનાઓ જોવા મળે છે જોકે તેની પાછળ ગુજરાતી કલાકારો ની પણ એટલીજ મહત્વની ભૂમિકા છે. ગુજરાતી કલાકારો ની મહેનત ના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતી સંગીત અને ફિલ્મો સમગ્ર વિશ્વમાં ઘણુંજ લોક પ્રસિદ્ધ બન્યું છે. તેમાં પણ ગુજરાતી સંગીતે લોકો પર પોતાની આગવી છાપ ઉભી કરી છે.

ગુજરાતી ફિલ્મી ગીતો ઉપરાંત ગુજરાતી સંગીતો, ભજનો, ડાયરાઓ અને અન્ય અનેક વસ્તુઓ લોકો માં ઘણીજ લોકો પ્રિય છે. આપણે આજે એક આવાજ લોકલાડીલા કલાકાર અને ગુજરાતી સંગીત ના ધુરંધર કે જેમના અવાજ અને ડાયરાના ચાહકો ફક્ત ગુજરાત માંજ નહિ પણ આખી દુનિયામાં ફેલાયેલા છે તેવા આપણા સૌના લોક પ્રિય ગાયક કિર્તીદાન ગઢવી વિશે વાત કરવાની છે.

મિત્રો કિર્તીદાન ગઢવી આ નામથી આપણે સૌ જાણીતા છીએ. પોતાના અવાજના જાદુથી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર કિર્તીદાન ગઢવી ના જીવન અંગે આપણે સૌ જાણીએ છીએ. તેમના અભ્યાસ થી લઈને તેમની સંગીત કળાના વિકાસ સુધી આપણે તેમના જીવન અંગે માહિતગાર છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીના ચાહકો આખા વિશ્વમાં છે. માટે જ તેઓ પોતાના ચાહક વર્ગ માટે અનેક દેશોમાં કાર્યક્રમો કરે છે.

તેવા જ એક કાર્યક્રમો અંગે હાલ તેમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અનેક તસ્વીર અને વિડિઓ મુક્યા છે. હાલ તેઓ અમેરિકામાં રહેતા ભારતીઓ ને પોતાના અવાજ પર નચાવી રહ્યા છે. તેઓ અમેરિકામાં અનેક વિસ્તારોમાં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. આવીજ રમઝટ તે હાલ શિકાગોમાં પણ બોલાવી રહ્યા છે અહીંના લોકોએ કોરોના બાદ તેમના કાર્યક્રમ નો ઘણોજ આનંદ લેતા નજરે પડે છે અને લોકો તેમના પર ડોલરોમાં વરસાદ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગેના ફોટા અને વિડિઓ તેમણે પોતાના સોશ્યલ મીડિયા માધ્મ પર પણ મુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *