Gujarat

કિર્તીદાન ગઢવી એ ખરીદ્યુ નવું ઘર ! નવા ઘર માં ગૃહપ્રવેશ કરતા પહેલા કરી વાસ્તુપૂજા, જુઓ ખાસ વિડીયો.

Spread the love

ગુજરાતમાં અનેક ડાયરા ના કલાકારો વસવાટ કરે છે. ડાયરાના કલાકારોમાં ડાયરા સમ્રાટનું બિરુદ મેળવનાર કલાકાર અને જુના કલાકાર એટલે કીર્તિદાન ભાઈ ગઢવી. કિર્તીદાનભાઈ ગઢવી માત્ર ગુજરાતની ધરતી ઉપર જ નહીં વિદેશની ધરતી ઉપર પણ જ્યારે કાર્યક્રમો આપતા હોય છે ત્યારે તેમના ઉપર રૂપિયા અને ડોલરોનો વરસાદ થતો હોય છે.

કિર્તીદાનભાઈ ગઢવી ના ડાયરા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોય છે અને લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે. હાલમાં કિર્તીદાનભાઈ ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વીડિયો શેર કરેલો છે જેમાં તેઓએ કેપ્શન માં લખ્યું છે કે નવા ઘરમાં તેઓનો મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. નવા ઘરમાં પ્રવેશ કરે તે પહેલા આ ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તમે જોઈ શકો છો કે હિન્દુ રીત રિવાજ પ્રમાણ મુજબ કિર્તીદાન ભાઈ ગઢવી અને તેનો પરિવાર ઘરમાં પ્રવેશ કરતા પહેલા પૂજા કરાવી રહ્યો છે. જેમાં ખાસ વાત તો એ કે નવા ઘરની પૂજામાં પરમ પૂજ્ય જીગ્નેશ દાદા એ પણ હાજરી આપી હતી અને આ શુભ કાર્ય ને સફળ બનાવ્યું હતું. કિર્તીદાનભાઈ ગઢવી ની વાત કરવામાં આવે તો તે અને તેનો પરિવાર આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યો છે.


જ્યારે પણ કિર્તીદાનભાઈ ગઢવી ડાયરા નો કાર્યક્રમ કરતા હોય છે ત્યારે લોકોને કાર્યક્રમ છોડીને ઊભા થવાનું મન થતું હતું નથી. લાડકી ગીત થી કિર્તીદાનભાઈ ગઢવી આખા ગુજરાતમાં અને ભારતમાં પણ પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. લોકો કિર્તીદાનભાઈ ગઢવી નો આ વિડીયો જોઈને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *