અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પહોચી છે અહી શુધી જુઓ ખાસ તસ્વીરો ટુક સમયમાં જ અહી ટ્રાયલ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમય ટેકનોલોજી નો છે હાલમાં અનેક એવી શોધ જોવા મળે છે કે જે માનવી નો સમય અને શક્તિ બચાવે છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના કામને લઈને એક સ્થળેથી બીજા સાથળે જવાનું હોઈ છે પરંતુ જો અન્ય જગ્યાએ જવાનું અંતર વધુ હોઈ તો વ્યક્તિને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ઘણો સમય પણ લાગી જાય છે. તેવામાં સતત વિકસી રહેલ ટેકનોલોજી ના કારણે વ્યક્તિને સરળતા ઉભી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પરિવાન ક્ષેત્રે અનેક ફેરફાર આવ્યા છે જેમાં બુલેટ ટ્રેન પણ એક છે.

આપણે સૌ જાણીએ છીએ કે બુલેટ ટ્રેન ખુબજ ઓછા સમયમાં વધુ અંતર કાપવા માટે સક્ષમ છે તેવામાં હવે આ બુલેટ ટ્રેન ભારતમાં પણ આવવા જઈ રહી છે જેને લઈને હવે તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. જણાવી દઈએ કે હાલમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર ઘણો નોંધ પાત્ર કાર્ય કરવામાં આવે છે જેની અમુક તસ્વીરો આપણે અહી જોશું અને જાણશું કે કે કઈ રીતે ટુક સમયમાં આપણે બુલેટ ટ્રેન નો સફર કરવા જઈ રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે ભારત ની પ્રથમ બુલેટ ટ્રેન નો રૂટ અમદાવાદ થી મુંબઈ ની વચ્ચેનો છે. જેને લઈને અત્યારે તૈયારીઓ શરુ છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૬ સુધીમાં બુલેટ ટ્રેન ના ૩૫૦ ની ગતિએ બુલેટ ટ્રેનને દોડાવવા માટે સુરત થી બીલીમોરા સુધીનો ટ્રેક પર પરિક્ષણ કરવામાં આવશે હાલમાં આ કામગીરી ને લઈને તમને આ વિસ્તારમાં માસીન અને ઉચા સ્તંભ જોઈ શકો છો.

જણાવી દઈએ કે બુલેટ ટ્રેન માટે હાલમાં નવસારી અને સુરત ઉપરાંત ભરૂચ અને વડોદરા ના કાસ્ટિંગ યાર્ડ પણ જોવા મળશે. જણાવી દઈએ કે અમદાવાદથી મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેનનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે તેમાં કુલ 12 સ્ટેશન જોવા મળશે. જે પૈકી સાબરમતી અને સુરત ના સ્ટેશનની કામગીરી મહદ અંશે પૂરી થઇ ગઈ છે. અમદાવાદ થી મુંબઈ ના બુલેટ ટ્રેનના રૂટ ની લંબાઈ 502 કિલોમીટર ની છે જે પૈકી આ યોજનાને પૂરી કરવા માટે હાલમાં ગુજરાત માંથી 99 ટકા જમીન મેળવવાની કામગીરી પૂરી થઇ ગઈ છે અને તેના પર કામ પણ થવા લાગ્યું છે.

જણાવી દઈએ કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે કુલ ૧૨ સ્ટેસન જોવા મળશે જે પૈકી 8 સ્ટેશન ગુજરાત માં જોવા મળશે કે જેમાં વાપી, બીલીમોરા અને ભરૂચ, સુરત તથા વડોદરા ઉપરાંત આણંદ અને નડિયાદ સાથો સાથ અમદાવાદ અને સાબરમતી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જણાવી દઈએ કે ગુજરાતમાં સુરત અને સાબરમતીમાં બુલેટ ટ્રેનના કોચ માટે ડેપો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે બુલેટ ટ્રેન ના ૧૨ સ્ટેસન પૈકી દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન સુરતમા 2023 સુધીમાં બની જશે જયારે વર્ષ 2027 થી સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે. હવે જો વાત જમીન ઉપરાંત પાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે રાજ્યમાં બુલેટ ટ્રેન નર્મદા અને તાપી ઉપરાંત મહી તથા સાબરમતી નદી પરથી પણ બુલેટ ટ્રેનનો રૂટ છે. જેને લઈને હાલમાં નદીઓ ઉપર પિલરો અને પાયાની કામગીરી થઈ ગઈ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.