ચાર ચાર બંગડી વાળી ગાડી નું ગીત ગાનાર કિંજલ દવે ના નાનપણ ના ફોટા જોઈ રહી જશે દંગ જોઈ ને તમે કહેશો આ, જુઓ ખાસ તસવીરો.
આપણા ગુજરાતમાં અનેક ગાયક કલાકારો અને ડાયરાના કલાકારો એવા છે કે જે માત્ર ગુજરાતમાં જ નહીં દેશ વિદેશમાં પણ પોતાનું નામ બનાવી ચૂક્યા છે. ગાયક કલાકારોમાં ગુજરાતની બે પ્રખ્યાત ગાયક કલાકારો એટલે કિંજલબેન દવે અને ગીતાબેન રબારી આ બંને ખાસ મિત્ર પણ છે. પરંતુ આજે અમે તમને કિંજલબેન દવે વિશે જણાવીશું.
કિંજલબેન દવે ચાર ચાર બંગડી વાળી ગાડી થી પ્રખ્યાત થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધીમાં તેના 200થી પણ વધુ આલ્બમ સોન્ગ્સ આવી ચૂક્યા છે. નાનપણમાં કિંજલબેન દવે નો પરિવાર ખૂબ જ કપરી પરીસ્થિતિમાંથી પસાર થયો છે. કિંજલબેન ના માતા ઉનાળાની બપોરમાં પણ અનાજ લેવા માટે ચાર પાંચ કલાક તાપમાં ઊભા રહેતા હતા. કિંજલબેન દવે ના પિતા લાલજીભાઈ દવે કે જેઓ હીરા ઘસતા હતા અને સાથે સાથે સંગીતના પણ શોખીન હતા.
એક સમયે હિરા ઘસવા વાળા બેકાર થઈ ચૂક્યા હતા પરંતુ કિંજલબેન દવે ના પિતા બાઇક ઉપર બેસીને કિંજલબેન સાથે દૂર દૂર ગામમાં બાઈક લઈને ગાવા જતા હતા. કિંજલબેન દવે ના પિતા ના ખાસ મિત્ર મનુભાઈ રબારી કે જેઓ ઉત્તર ગુજરાતના ખાસ લેખક હતા તેઓ અનેક નામી કલાકારો માટે લખતા હતા અને સાથોસાથ કિંજલબેન દવે માટે પણ ગીતો લખતા હતા.
હાલમાં કિંજલબેન દવે નો પરિવાર અમદાવાદમાં ટુ બીએચકે ફ્લેટમાં રહે છે. કિંજલબેન દવે ની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો કિંજલબેન દવે એક વર્ષમાં 200થી વધુ શો કરે છે અને આશરે તેની બે કલાક ની ફી 1.5 લાખથી 2 લાખ રૂપિયા હોય છે. કિંજલબેન દવે સોશિયલ મીડિયા ઉપર પણ ખાસ એક્ટિવ રહે છે. વિદેશમાં પણ કિંજલબેન દવે નું ખાસ નામ થઈ ચૂક્યું છે અને વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કરેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!