Gujarat

હેવાનોનુ વધતું જોર! ફરી એકવખત પ્રેમિએ જાહેરમાં પ્રેમિકાનિ હત્યા કરી વિડીયો જોઈને કંપી જાસો હત્યાનું કારણએ હતુંકે….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી પ્રગતિશીલ ગુજરાત વિકાસ ના કર્યો ને બદલે અમાન્વિય ઘટના ને લઈને ચર્ચા માં છે. એક પછી એક જે રીતે હત્યાના બનાવો સામે આવ્યા છે. તેના કારણે રાજ્યની કાયદા વ્યસ્થા ને સામે પ્રશ્ન ઊભો થયો છે. આપણે સૌ જાણીએ છિએ કે જે રીતે મહિલા સાથે ના દુર વ્યવહાર અને અમાન્વિય ઘટના સામે આવે છે તેના કારણે મહિલા સહશક્તિ કરણનો પ્રસ્ન ઉદભવે છે.

આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ સૂરત માં ગ્રીષ્મા નામની યુવતિ ની ફેનિલ નામના યુવકે પરિવાર સામે જાહેરમાં હત્યા કરી હતી અને તેનો કેશ હજુ અદાલત માં ચાલી રહ્યો છે તેવામાં એક તરફ હજુ ગ્રીષ્મા ને ન્યાય મળ્યો નથી ત્યાં ફરી એક વખત એક હેવાન પ્રેમિએ જાહેરમાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી છે. અને ફરી રાજ્ય નું ન્યાય તંત્ર સામે પ્રશ્ન ઊભો થયો છે.

જણાવી દઈએ કે આ દુઃખદ બનાવ અમદાવાદના માઘુપુરામાં સર્જાયો છે. અહીં દુઃખદ વાત એ છે કે જે દિવસે લોકો મહિલા ના વિકાસ અને તેમની ઉપ્લબધિ ના નિમિતે અને મહિલા ના ખાસ દિવસ એટલે કે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવિએ છિએ તેજ દિવસે આ મહિલા ની હત્યા કરવામાં આવી છે. અહીં જાણવા જેવી વાતએ છેકે જ્યાં મહિલા ની હત્યા કરવામાં આવી તે સ્થળેથી આશરે 100 મીટર ના અંતરે જ પોલીસ સ્ટેશન હતું.

જો વાત આ હત્યા અંગે કરીએ તો મૃત્યુ પામનાર મહિલા નું નામ આશા છે જ્યારે હત્યારા પ્રેમી નું નામ નવીન છે. હત્યા પ્રેમ પ્રસંગ ને લઈને કરવામાં આવી હતી. જણાવી દઈએ કે નવીન અને આશા છેલ્લા લગભગ 13 વર્ષથી એક બીજા સાથે સંબંધ માં હતા. જેને લઈને નવિને લગ્ન પણ નહોતા કર્યા જ્યારે આશા ના લગ્ન થઈ ચૂક્યા હતા. અને તેની દીકરી ના લગ્ન પણ હતા.

જેના કારણે દીકરીના લગ્નમાં કોઈ મુશ્કેલી ના આવે અને તેનું સુખી સંસાર ચાલ્યા કરે તે માટે પ્રેમી નવીન સાથે સંબંધ તોડી નાખ્યો અને વાત કરવાનુ બંધ કર્યું પરંતુ તે બાદ નવિને આશાએ મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ મહિલા ન માનતા અંતે નવિને આશા ની હત્યા કરી. જે બાદ પોતે પણ આત્મ હત્યા નો પ્રયાસ કર્યો જોકે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો અને હાલમાં તે પોલીસ ની પકડ માં છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *