લ્યો ગજબ હો બાકી !! યુવકે પોતાની દુકાનનું નામ રાખી દીધું એવું કે જાણી તમને આંચકો લાગી જશે,’m બેવફા ચાયવાળા’, કારણ છે ખુબ ચોંકાવી દેતું…
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે પ્રેમ એક એવી વસ્તુ છે જે થઇ જાય તો ખુબ ખુશ રેહવાય છે પરંતુ જેવો આ પ્રેમમાં દગો મળે ત્યાં તરત જ માણસ આખો બદલાય જતો હોય છે. એવા તમે ઘણા કિસ્સાઓ જોયા હશે કે બ્રેકઅપને લીધે અથવા તો પ્રેમમાં દગો મળવાને લીધે ઘણી વખત યુવક કે યુવતી આત્મહત્યા કરી લેતા હોય છે. પણ હાલ અમે જે કિસ્સો લઈને આવ્યા છીએ તેના વિશે જાણીને તમને હસવું આવશે.
આ કિસ્સો મધ્યપ્રદેશના રાજગઢનો છે જ્યા અંતર ગુજર નામના યુવકને પ્રેમમાં દગો મળ્યો તો તેણે પેહલા પોતાનો જીવ આપવાનું વિચારી લીધું હતું પરંતુ પછી તેણે એવું ન કર્યું પણ પ્રેમિકાનો બદલો લેવા માટે એવું કાર્ય કરી જાણી નવાય લાગશે. અંતર ગુજરે પોતાની પ્રેમિકા ના નામથી ‘M બેવફા ચાયવાળા’ નામની દુકાન શરૂ કરી હતી. આ ચાની દુકાન ખીલચીપૂર નગરના બસ સ્ટેન્ડ પાસે આવેલી છે.
પોતાની લવસ્ટોરી વિશે જણાવતા અંતર કહે છે કે લગભગ 5 વર્ષ પેહલા એક લગ્નમાં તેની યુવતી સાથે મુલાકાત થઇ હતી, જે પછી બંનેએ એક બીજાના નંબર અદ્દલ બદલી કરીને ધીરે ધીરે વાતચીત શરૂ થઇ ગઈ, આવી વાતચીત થતા બંને વચ્ચે મિત્રતા થઇ અને પછી ધીરે ધીરે આ મિત્રતા પ્રેમ સબંધમાં પરિવર્તિત થઇ હતી. એવામાં યુવતી અંતરને લગ્નના અનેક સપના દેખાવતી કે તે તેની સાથે જ લગ્ન કરશે.પણ પછી અચાનક જ એક વખત અંતરને ખબર પડી કે તેની પ્રેમિકાએ બીજા કોઈ સાથે સગાઈ કરી લીધી છે.
પ્રેમિકાએ અંતરને કહ્યું કે તેનો મંગેતર ઘણો પૈસાવાળો છે અને સારું એવું કમાય છે અને તું તો એક બેરોજગાર છો, આવું કહીને અંતરનું અપનમાં કર્યું હતું.જેનાથી અંતરને દિલ પર ખુબ ઠેસ વાગી હતી આથી તેણે એક વખત તો આત્મહત્યાનું પણ વિચાર્યું હતું પણ તેને બેરોજગાર કહ્યો હતો જેના લીધે અંતરે અલગ વ્યવસાય શરૂ કર્યું હતો જેનું નામ ‘M બેવફા ચાયવાળા’ નામ આપ્યું હતું.અંતર આ દુકાન ચલાવાની સાથો સાથ BA માં ફાઇનલ ઈયરમાં પણ અભ્યાસ કરી રહ્યો છે.