ગુજરાત માં મેઘો અનરાધાર ! હવામાન વિભાગ ના નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું આગામી દિવસો માં અતિભારે…
ગુજરાત માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે. એવામાં મધ્ય ગુજરાત માં હજુ કેટલાક વિસ્તાર માં બફારા નું પ્રમાણ યથાવત છે. અને સૌરાષ્ટ્ર માં હવે ચાર દિવસ ભારે થી અતિભારે વારસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન માં પલટો આવતાની સાથે જ ગુજરાત માં ગરમીના પ્રમાણ માં ઘટાડો નોંધાયો અને ગુજરાત ના લોકો વરસાદ નો આનંદ માણતા શરુ થઇ ગયા છે.
એવામાં હવામાન વિભાગ ના નિષ્ણાત અંબાલાલ પટેલે કેટલીક મહત્વ ની આગાહીઓ કરી છે. હવામાન વિભાગ ના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 22 જૂન ના રોજ ગુજરાત માં અનેક વિસ્તારો માં ભારે વરસાદ પડવાની શક્યાઓ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 22 જૂન થી આખા ગુજરાત માં વરસાદ પડવાનો શરુ થઇ જશે. અને ત્યારબાદ જુલાઈ, સપ્ટેબર મહિનામાં સારો એવો વરસાદ પડશે.
અંબાલાલ પટેલે ખેડૂતો ને સલાહ આપી કે, ખેડૂતો આર્દ્રા નક્ષત્ર માં વાવણી કરવાનું શરુ કરે. અને આગામી દિવસો માં ગુજરાત ના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, આણંદ, વડોદરા, અમદાવાદ માં વરસાદ ની આગાહીઓ કરવામાં આવી છે. અને જૂન મહિનામાં ગુજરાત માં પાણી ની કમી પણ નહિ રહે.
આ ઉપરાંત રાજસ્થાન ની સરહદ સાથે જોડાયેલા અમુક ઉત્તર ના રાજ્યો માં માં વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માં છુટોછવાયો વરસાદ રહેશે. આદ્રા નક્ષત્ર માં કરછ જિલ્લા માં વરસાદ ની સંભાવનાઓ છે. અત્યારે ગુજરાતના માછીમારો ને આગામી 20 જૂન થી 22 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચનાઓ આપી છે. અને 21 અને 22 જૂન ના રોજ ગુજરાત માં અતિ ભારે વરસાદ ની આગાહીઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!