Gujarat

મેહુલ બોઘરા નું નાનપણ અનેક મુસીબતો થી ભરેલ હતું. તેમના માતા-પિતા પાસે ઈલાજ ના પૈસા પણ ન હતા ત્યારે રખડી-રખડી ને..

Spread the love

એક વ્યક્તિ ગુજરાત માં ખાસ ચર્ચામાં છે. તે વ્યક્તિ છે મેહુલ બોઘરા. મેહુલ બોઘરા એક એવો વ્યક્તિ છે કે જે આપણા સમાજમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચાર અને એવા અનેક લોકો કે જે ભ્રષ્ટ લોકો છે તેની સામે અવાજ ઉઠાવવાનું કામ કરે છે. થોડા સમય પહેલા જ મેહુલ બોઘરા ઉપર એક ટીઆરબી જવાન દ્વારા ભયંકર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. જેના બાદ મેહુલ બોઘરા ની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ મેહુલ બોઘરાને ઘણી બધી પાર્ટીઓનું સમર્થન મળ્યું. અને પોતાની પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ પણ આપવામાં આવેલું હતું. પરંતુ મેહુલ બોઘરા હાલ તો તેને કંઈ ઈચ્છા ન હોય તેમ રાજનીતિમાં જવા ના પાડી હતી. પરંતુ મેહુલ બોઘરા કોણ છે. તે કયા ગામનો રહેવાસી છે. તેને શું અભ્યાસ કરેલો છે. શું તમે જાણો છો? તો આજે અમે તમને જણાવી શું કે મેહુલ બોઘરા ક્યાંનો રહેવાસી છે.

મેહુલ બોઘરા અને તેમનો પરિવાર વર્ષ 2002 થી સુરત જિલ્લામાં રહેવા આવ્યો હતો. પહેલા તેમનો પરિવાર ગામડામાં રહેતો હતો. જ્યારે મેહુલ બોઘરા બે થી ત્રણ વર્ષની ઉંમરનો હતો. ત્યારે તેને ગંભીર ગણાતી એવી ન્યુમોનિયા ની બીમારી થઈ હતી. એ સમયે તેમના માતા પિતા ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. આથી તેમની પાસે મેહુલના ખર્ચના રૂપિયા પણ નતા. આથી મેહુલની બીમારી ના ઈલાજ માટે તેમના માતા પિતાએ ગામમાં રખડી રખડીને ₹500 એકઠા કર્યા હતા.

અને મેહુલ નો ઈલાજ કરાવ્યો હતો. મેહુલ બોઘરા એક થી ચાર ધોરણ ગામની સ્કૂલમાં પૂરું કર્યું. ત્યારબાદ કોલેજ સુધીનો અભ્યાસ તેને સુરતમાં આવીને પૂરો કર્યો હતો. તેને વકીલાત ની ડીગ્રી એમ એસ યુનિવર્સિટી વડોદરાથી કરી હતી. તે જ્યારે નાના હતા ત્યારે તેમના ગામમાં એક જજનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે મેહુલ બોઘરા ને વિચાર આવ્યો કે આટલી મોટી પોસ્ટ ઉપર પહોંચતા ની સાથે આપણું સન્માન થાય છે. ત્યારથી તેને જજ બનવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ તે હાલમાં જજ તો બન્યો નહીં. પરંતુ વકીલાત કરવાનું શરૂ કર્યું. અને હાલમાં તે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પણ અનેક કેસો લડે છે. મેહુલ બોઘરા નું મેન પોસિડિંગ ક્રિમિનલ છે. અને તેમાંથી મેહુલ બોઘરા પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. મેહુલ બોઘરાના મોટાભાઈ ઓનલાઇન બિઝનેસ કરે છે. તેમના પિતા જમીન બ્રોકરેજ નું કામ કરે છે. મેહુલ બોઘરા સમાજ સેવાના અનેક કાર્યોમાં જોડાયેલો છે. જેમાં તે ક્યારે પોતાના રૂપિયા વાપરીને પણ સમાજસેવાનું કામ કરતો જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *