India

ભારતીય સેના ની ચોકી પર હુમલો કરવા પાક.કર્નલે આપ્યા હતા રૂપિયા. પાકિસ્તાની આંતકવાદી ભારતીય સેનાએ ના હાથે..જાણો વિગતે.

Spread the love

આપણા ભારત દેશના પાડોશી દેશ પાકિસ્તાનમાંથી આંતકવાદીઓની ઘૂસણખોરી અનેકવાર સામે આવતી હોય છે. ક્યારેક ઘૂસણખોરી કરતા વખતે આંતકવાદીઓ ભારતીય સેનાના હાથે ચડી જતા હોય છે. તો ક્યારેક ભારતીય સેના દ્વારા આવા આંતકીઓને ઠાર મારી દેવામાં આવતા હોય છે. ભારત દેશ ઉપર પાકિસ્તાનમાંથી અનેક આતંકીઓ આવતા હોય છે. અને ભારતમાં મોટા મોટા હુમલાઓ કરવાની ફિરાગમાં હોય છે. ક્યારેક આવા આંતકવાદીઓ પોતાના કામમાં સફળ પણ થતા હોય છે.

પરંતુ ભારતીય સેના બોર્ડર ઉપર રહીને આવા અંતકીઓને જડબાતોડ જવાબ આપતી હોય છે. અને ભારત દેશની રક્ષા કરતા હોય છે. હાલ એવો જ એક ઘટના સામે આવે છે. જેમાં ભારતીય સેના ની બોર્ડરમાં ઘૂસણખોરી કરતા સમયે એક આતંકી ને ઘાયલ કરીને ભારતીય સેના દ્વારા ઝડપી પાડ્યો હતો. 21 ઓગસ્ટના રોજ આંતકવાદી તેના ચારથી પાંચ સાથીઓ સાથે એલ ઓ સી બોર્ડર પાસે ઘુસણખોરી કરી રહ્યો હતો ત્યારે તેના ચારથી પાંચ સાથિયો સાથે તે ભારતીય ચોકી પાસેની ફેન્સીંગ લગાવેલી હતી તે કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ત્યારે ભારતીય સેનાના જવાનોને તેના ઉપર નજર ગઈ. અને તેના ઉપર ગોળીબાર કરવાનો શરૂ કર્યો. તેમાં ગોળીબારમાં તબરાક હુસૈન નામનો આંતકવાદી ઘાયલ થયો અને તેને જીવિત પકડી લીધો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલે કેસરવામાં આવ્યો હતો. સમાચારો પરથી જાણવા મળ્યું કે આ આંતકવાદી પાકિસ્તાનના કોટલે જિલ્લાનો રહેવાસી છે. આંતકવાદીને ભારતીય ચોકી ઉપર હુમલા કરવા માટે પાકિસ્તાનના કર્નલ એ મોકલ્યો હતો. આ માટે તેને 30,000 પાકિસ્તની રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

આંતકવાદીઓનો હુમલો જ્યારે તે પકડાયા તેજ દિવસે કરવાનો હતો. પરંતુ તેમાં તે લોકો સફળ થયા ન હતા. માત્ર આ એક આંતકવાદી જ પકડાનો બાકીના આંતકવાદીઓ જંગલના રસ્તે ભાગવામાં સફળ થયા હતા. આમ આવી ઘણી વખત આંતકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા હોય છે. અને ભારતને લોકોને ખલેલ પહોંચાડવાનું કામ કરતા હોય છે. પરંતુ આપણી ભારતીય સેના એટલી બધી મજબૂત છે કે દિવસ-રાત દાઢ, તડકા ની પરવા કર્યા વગર આપણા દેશની રક્ષા કરતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *