ખાખી નો ડર થયો ઓછો! આ યુવકે પોલીસ ચોકી માં જ હાથ માં ગન રાખી રીલ્સ બનાવી..જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં હાલ ગુનાખોરીના તત્વમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ખૂન, ખરાબા લૂંટફાટ, ચોરી વગેરેની ઘટનાને સામાન્ય બનતી જાય છે. ગુજરાત રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર રાજ્ય જેવું બનતું જાય છે. ધોળા દિવસે લોકો અપહરણ કરવાના કૃત્ય કરતા જોવા મળે છે. જાણે કે ખાખી વર્દીનો કઈ ડર જ ન હોય લોકોને મનમાં તેમ વર્તન કરતા નજરે ચડે છે. હવે ફરી અમદાવાદ નો એક વિડીયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં જાણે કે પોલીસને કોઈ ડર જ ના હોય તેઓ વિડિયો એક યુવકે ઉતાર્યો છે. લોકો અન્ય ગમેં તે જગ્યા જય વિડીયો ઉતારે તેનો કોઈ વાંધો નહીં. પણ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તો એક યુવાન પોલીસ ચોકીની અંદરથી બહાર હાથમાં ગન રાખીને આવે છે. અને પંજાબી સોન્ગ્સ ઉપર વિડીયો બનાવે છે. આ જોઈને લોકો તો હચમચી ગયા છે. જાણે કે આ યુવાનને ખાખી વર્દીનો ડર ના હોય તેવી રીતે વિડીયો ઉતારે છે..જુઓ વિડીયો.
આ વિડીયો અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશન અને હદમાં આવેલી ચારોડિયા પોલીસ ચોકી નો વિડિયો છે. કે જેમાં જોઈ શકાય છે કે એક યુવક ચારોડિયા પોલીસ ચોકીનો બહારનો દરવાજો ખોલીને બહાર આવે છે. ત્યારબાદ હાથમાં ગન રાખી ગન ફેરવતો ફેરવતો બહાર આવે છે. જાણે કે તે કોઈ મોટો ફિલ્મ સ્ટાર હોય તેવી રીતના નજરે પડે છે. આ સાથે હાથમાં રાખેલી ગન વારેવારે ફેરવી રહ્યો છે.
અને કોઈ બોલીવુડના હીરો હોય તેવી રીતના વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડિયો અપલોડ થયા બાદ અમદાવાદના ડીસીપી બળદેવ દેસાઈ સાહેબે જણાવ્યું કે આ વિડીયો પોતાની સામે આવતા જ તેને આ વિડીયો ઉતારના વ્યક્તિ સામે કાર્યવાહી શરૂ કરી હતી. અને તે તપાસ કરાવી રહ્યા હોય તેમ કહ્યું હતું. પોલીસ ચોકીની અંદરથી બહાર આવતો વિડિયો બનાવતો આ યુવાન કોણ છે ક્યાં રહે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ખાસ વાત તો એ છે કે તે યુવક પોલીસ ચોકીની અંદર પહોંચ્યો કેવી રીતે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!