India

લગ્ન દરમિયાન દુલ્હન ના મિત્રો એ દુલ્હન ને કરી દીધી પાણી પાણી. જુઓ વિડીયો.

Spread the love

લગ્ન ની સીઝન હોય લોકો ધૂમધામ થી લગ્ન નું ફંકશન સેલિબ્રેટ કરી રહયા છે. મોટા મોટા સેલિબ્રેટી થી લઈને સામાન્ય વ્યક્તિ પણ લગ્ન ની મજા માની રહયા છે. દેશ માં લગ્ન ની સિજન ધૂમધામ થી ચાલી રહી છે. લગ્ન હોય એટલે મોજમસ્તી તો હોય જ. એવા જ કેટલાક લગ્ન પ્રસંગ ના વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા નજરે પડે છે.

સોશિયલ મીડિયા પર લગ્ન ના ફની વિડીયો જોઈ ને લોકો ને મજા પડી જાય છે. એવો જ એક વિડીયો જોવા મળે છે. જેમાં એક કન્યા ના લગ્ન હોય તેની પીઠી ની વિધિ કરી લીધા બાદ તેના ફ્રેન્ડ્સ તેની સાથે કંઈક એવી મજાક કરે છે કે દુલ્હન પાણી પાણી થઇ જાય છે. વાયરલ વિડીયો યૂટ્યૂબ માં ફેમસ એક સેલિબ્રેટી ના લગ્ન નો છે. યુ ટ્યૂબ માં ફેમસ એવી કૃતિકા ખુરાના ના લગ્ન દરમિયાન તેની સાથે મજાક કરીને તેને સ્વિમમીંમગ પુલ માં ફેંકી દેવામાં આવે છે.

કૃતિકા ખુરાના એ યુ ટ્યૂબ માં ખુબ જ લોકપ્રિય છે તેના યૂટ્યૂબ માં 6 લાખ થી પણ વધુ ના સબસ્ક્રાઇબર છે. તે અવનવા વિડીયો મુકતી હોય છે. તેને ફેશન ડિઝાઇનિંગ માં ગ્રેજ્યુએશન કર્યું છે. તે આઉટફિટ વિડીયો, ટ્રાવેલ, ડી-આય-વાય, હૈરસ્ટાઈલ જેવા વીડિયો બનાવે છે. જે તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવતા હોય છે. તેણે તેના ઇંસ્ટાગ્રામ માં તેના લગ્ન દરમિયાન નો વિડીયો શેર કર્યો હતો જે તેના ફેન ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

પીઠી ની વિધિ પુરી થયા બાદ કૃતિકા ને ઉંચકીને સ્વિમમીંમગ પુલ માં ફેંકી દેવામાં આવે છે. અને તેની સાથે આવી મજાક કરવામાં આવે છે. વિડીયો માં જોઈ શકાય છે કે કેટલાક લોકો કૃતિકા ને ઉંચકીને ફેંકે છે અને બાદ માં કેટલાક લોકો તેની દેખરેખ માટે સ્વિમમીંમગ પુલ માં જોવા મળે છે. આ વિડીયો એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *