IndiaNational

માત્ર 14 વર્ષ ની ઉમર માં આ વ્યક્તિએ કોન બનેગા કરોડ પતિ માંથી જીત્યા હતા 1 કરોડ રૂપિયા અને આજે કરે છે આવું કામ………

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં લોકો પૈસા કમાવવાની ઈચ્છા રાખતા હોઈ છે જેના માટે લોકો પોતાને મળેલા જ્ઞાન અને શિક્ષા નો ઉપયોગ કરતા હોઈ છે જોકે હાલના સમય માં એવા ઘણા કાર્યક્રમો છે કે જેના પર જઈને કોઈ પણ વ્યકિત પોતાના જ્ઞાન કે ક્લા ના માધ્યમ દ્વારા નાણાં મેળવી શકે છે. આવા જ એક કાર્યક્રમ નું નામ ” કોન બનેગા કરોડ પતિ ” છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ કાર્યક્રમ સોની ચેનલ પર આવે છે અને આ એક કવીઝ શો છે આ કાર્યક્રમના માધ્યમથી લોકો પોતાની આવડત નો ઉપયોગ કરીને ઘણા નાણાં મેળવી શકે છે. આ શોનું હોસ્ટિંગ સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન કરે છે. અત્યર સુધીમાં આ કાર્યક્રમ ના માધ્યમથી અનેક લોકો એ ઘણી મોટી મોટી રકમો જીતી છે અને ઘણા તો કરોડ પતિ પણ બન્યા છે. આપણે અહીં એવા જ એક બાળક કે જેણે માત્ર 14 વર્ષની ઉંમરમાં આ કાર્યક્રમ માંથી 1 કરોડ રૂપિયા જીતા હતા અને આજે તે જે જગ્યાએ પોતાની ફરજ બજાવે છે તેના વિશે વાત કરવાની છે.

આપણે અહીં રવિ મોહન સોની વિશે વાત કરવાની છે.તમને જણાવી દઈએ કે રવિ મોહન સોની થોડા વર્ષ પહેલા ” કોન બનેગા કરોડ પતિ ” ના બાળકોને લગતા કાર્યક્રમ આવ્યા હતા અને પોતાની આવડત અને જ્ઞાન ના પરિણામે તેણે આ શો પરથી 1 કરોડ રૂપિયા પણ જીતા હતા. જે બાદ તેમની ઘણી પ્રશ્નસા થઇ હતી.

જો વાત રવિ મોહન સોનીના જીવન વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે તેઓ મૂળ રાજસ્થાન માં આવેલ અલવર ના રહેવાસી છે. પરંતુ તેમના પિતા નૌસેના માં ફરજ બજાવે છે જેના કારણે તેમનું બાળપણ વિશાખાપટ્ટનમ માં વીત્યું હતું અને તેમણે પોતાનો શરૂઆતનો અભ્યાસ અહીંથી જ કર્યો હતો. તેમણે 12 માં ધોરણ સુધીનો અભ્યાસ નૌસેના પબ્લિક સ્કૂલ માં કર્યો હતો. ત્યાર બાદ આગળના અભ્યાસ માટે તેઓ મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાં એમબીબીએસ નું ભણતર શરૂં કર્યું આ સમયે તેમણે પોતાની ઈન્ટનશીપ સાથો સાથ દેશ ની સૌથી અઘરી પરીક્ષા પૈકી એક એવી યુપીએસસી ની પરીક્ષા ની પણ તૈયારી શરૂ કરી.

જો કે રવિ મોહન નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. જેના કારણે તેમને આ પરીક્ષા ની તૈયારીમાં કોઈ વધુ મુશ્કેલ પડી નહિ. તેમણે સૌપ્રથમ 2012 માં યુપીએસસી ની પરીક્ષા આપી ત્યારે પહેલી પરીક્ષા તો પાસ થયા પરંતુ બીજી પરીક્ષા પાર કરી શક્યા નહિ. જયારે બીજી વખત તેમણે વર્ષ 2013 માં પ્રયત્ન કર્યો ત્યારે પાસતો થયા પરંતુ તેમને પોસ્ટ વિભાગ માં નોકરી મળી જેનાથી તેઓ સંતુષ્ટ ના હતા. અને ફરી એક વખત 2014 માં તેમણે પરીક્ષા આપી અને આજ વખતે આખા દેશમાં 461 મોં રેન્ક મેળવ્યો અને આઇપીએસ ઓફિસર બન્યા.

હાલ તેઓ પોતાની ફરજ ગુજરાતના પોરબંદર ખાતે આઇપીએસ તરીકે બજવે છે. તેમણે લોકો માટે એક મિસાલ કાયમ કરી છે કે દરેક વ્યક્તિ સ્વપ્ન જોવે અને પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે યોગ્ય મહેનત કરે અને તે દિશામાં સતત આગળ વધતો રહે તો તેને સફળતા જરૂર પ્રાપ્ત થાય છે. આમ મહેનત કરનાર ને બધું મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *