India

મુકેશ અંબાણી પુત્રવધુ સાથે ભગવાન વેંકટેશ્વર ના દર્શને. હાથીઓ ને પોતાના હાથે ભોજન કરાવ્યું અને અધધ રૂપિયાનું આપ્યું દાન. જુઓ વિડીયો.

Spread the love

ભારતના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી વારેવારે સમાચારો ની હેડલાઇન્સ બનાવતા રહે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે દુનિયાની કોઈ પણ ખુશી ખરીદવા સક્ષમ પરિવાર છે. મુકેશ અંબાણી ભારત દેશમાં આવેલા પ્રાચીન મંદિરોમાં પણ પ્રવાસ કરતા જોવા મળે છે. થોડા સમય પહેલા જ શ્રીનાથજી ભગવાનના દર્શને ગયા હતા. હાલમાં તે તિરૂપતિ ભગવાનના દર્શના ગયેલા જોવા મળે છે. જેમાં મુકેશ અંબાણીએ ખૂબ મોટી રકમ નું દાન પણ આપ્યું અને સાથે સાથે પૂજા અર્ચના પણ કરી હતી.

મુકેશ અંબાણીએ શુક્રવારે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના ચેરમેન મુકેશ અંબાણી ભગવાન વેંકટેશ્વર માટે ખૂબ જ આદર ધરાવે છે. તિરુમાલા નજીક એક ટેકરી પર સ્થિત ભગવાન વેંકટેશ્વરના આ પ્રાચીન મંદિરમાં મુકેશ અંબાણી અન્ય ઘણા લોકો સાથે હતા. તેમાં એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ અને અન્ય RIL અધિકારીઓ હતા.

મંદિરના એક અધિકારીએ આ અંગેની માહિતી આપી છે.મંદિરના અધિકારીના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણી શુક્રવારે વહેલી સવારે મંદિર પહોંચ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે પ્રાર્થના કર્યા બાદ અંબાણી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ના એડિશનલ એક્ઝિક્યુટિવ ઓફિસર એ.કે. વેંકટ ધર્મા રેડ્ડીને રૂ. 1.5 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પછી આ લોકોએ થોડો સમય તિરુમાલા પર્વત પર સ્થિત એક ગેસ્ટહાઉસમાં પણ વિતાવ્યો. ગેસ્ટ હાઉસમાં થોડો સમય વિતાવ્યા બાદ આ લોકોએ પૂજામાં પણ ભાગ લીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અન્ય લોકોએ ગર્ભગૃહમાં પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૂર્યોદય સમયે કરવામાં આવેલા અભિષેકમાં ભાગ લીધો હતો, જે લગભગ એક કલાક ચાલ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે અંબાણીએ મંદિરમાં હાથીઓને ભોજન પણ ખવડાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *