સાવ નાની વાતમા ગુસ્સે થયેલ યુવકે યુવતિની હત્યા કરી કારણ જાણી ચોકી જાસો હત્યા બાદ પણ કર્યું એવું કે
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં થોડા સમયથી હત્યા ના બનાવો માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ બનાવો જોતાં રાજ્યમાં કાયદા વ્યવસ્થા ને લઈને અનેક પ્રસ્નો ઉભા થયા છે. કારણ કે આવા ગુંડા તત્વો ને જાણે પોલીસ તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી તેમ જાહેરમાં લોકો હથિયાર લઈને ઘૂમે છે અને લોકોનો જીવ લેતા પણ જરા પણ ખચકાતા નથી.
હાલમાં લોકોના સ્વભાવ જાણે સંકુચિત થઈ ગ્યા હોઈ અને લોકોમાં સહન શક્તિ નો અભાવ થઈ ગયો હોઈ તેમ લોકો નાની નાની વાતોમાં ગુસ્સે ભરાઈ ને હત્યા કરતા પણ ખચકાતા નથી. હાલમાં આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં નાની બાબત ને લઈને યુવકે યુવતિ ની હત્યા કરી અને પછી જે કર્યું જાણીને હોસ ઉડી જશે.
આ ઘટના વલસાડના ઉમરગામ તાલુકામાં આવેલ બોરલાઈ ગામના ગાંડાપાડા ફળિયાની આંબાની વાડીનો છે. જણાવી દઈએ કે અહીં એક સ્વિમિંગ પુલનું કામ ચાલુ છે. કે જ્યાં સુનિતા ધનગરિયા અને તેનો મંગેતર જગદીશ મોહન જાધવ મજૂરી કામ કરતા હતા જણાવી દઈએ કે કામની સાથે જગદીશ ને ગુટખા ખાવાની ખરાબ આદત પણ હતી જેને લઈને જગદીશે સુનિતાને ગુટખા લાવવા કહ્યું પરંતુ આ સમયે સુનીતાએ ગુટખા લાવવા ની ના પાડી.
આ કારણે જગદીશ ઘણો ગુસ્સે ભરાયો અને સાવ નાની અમથી ગુટખા ના લાવવાની વાત ને લઈને જગદીશે સુનિતા ની હત્યા કરી. ઉપરાંત તે હત્યા બાદ પછતાવ્વાને બદલે પોતાને બચાવવા માં લાગી ગયો અને પોતે કરેલ સુનીતા ની હત્યા ને આત્મ હત્યા દર્શાવવા તેણે સુનીતા ની લાશ ને દુપટ્ટા વડે બાંધીને લટકાવી દીધી. અને પોતાનું કામ કરવા લાગ્યો.
જે બાદ આ પ્લોટના માલિક દિનેશ ભાનુશાળી લાશને જોઈને ડરી ગયા અને પોલીસ ને જાણ કરી જે બાદ આ આત્મ હત્યા નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું. આ હત્યા માં જગદીશ સાથે અન્ય બે મિત્રો શૈલેષ હરિ પ્રજાપતિ અને ચંદુ ગંગાજી પવાર પણ સામેલ હતા જે ત્રણેય ને હાલમાં પોલીસે પકડી પડ્યા છે.