Entertainment

આખરે સારેગામાપા ને મળી ગઈ નવી વિજેતા! વિજેતા તરીકે નીલાંજલાને મળ્યા આટલા રૂપિયા પરંતુ હવે જે કરવામાં માંગે છે તેને…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં મનોરંજન અને ટેલીવિઝન લોકોના જીવનનો અભિન્નભાગ બની ગયો છે. લોકો રોજ બ રોજ અનેક કાર્યક્રમો જુએ છે. આપણે સૌ જાણીએ છીએ એ હાલમાં ટેલીવિઝન નું ફોરમેટ બદલ્યું છે અને અનેક નવા શો શરુ થયા છે. કે જ્યાં વ્યક્તિ પોતાની વિશીસ્ત આવડત બતાવે છે. અહી તેઓ પોતની આવડતના કારણે ટ્રોફી અને મોટી રકમ પણ જીતી શકે છે.

આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં લોકો પાસે ઘણું ટેલેન્ટ છે જેને બતાવવા માટે આવા અનેક મંચ આજે લોકો પાસે છે કે જ્યાં વ્યક્તિ પોતાની આગવી કળા બતાવી શકે છે. આવા શોમાં ડાન્સ અને સીંગીગ જેવા અનેક શો નો સમાવેશ થાય છે. જેને લોકો તરફથી ઘણો પ્રેમ પણ મળે છે. આપણે અહી ટેલીવિઝન ના આવા જ એક લોકો પ્રિય શો વિશે વાત કરવાની છે કે જેને હાલમાં જ પોતાની નવી વિજેતા મળી છે. આપણે અહી લોકો પ્રિય સીંગીગ શો સા રે ગા માં પા વિશે વાત કરવાની છે.

જીહા મિત્રો આ શોને ૧૯ વર્ષીય નીલાંજલા એ જીત્યો છે અને લોકોએ પણ તેના પર ઘણો પ્રેમ વર્ષાવ્યો છે જણાવી દઈએ કે નીલાંજલા ને શોની ટ્રોફીતો માળીજ સાથે વિજેતા તરીકે ૧૦ લાખ રુપયા પણ મળ્યા. જયારે વાત અન્ય ખેલાડીઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે રાજશ્રી બાગ પહેલી રનર અપ જયારે શરદ શર્મા બીજી રનર અપ બની હતી. જો વાત તેમને મળેલ ઇનામ અંગે કરીએ તો રાજશ્રી ને પાંચ લાખ જયારે શરદ શર્મા ને ત્રણ લાખ નું ઇનામ મળ્યું છે.

જો કે હાલમાં શો જીતવાને લઈને નીલાંજલા ઘણી ખુશ છે તેને પોતાની ખુશી સોસ્યલ મીડ્યાના માધ્યમ થી લોકો સાથે શેર કરી અને પોતાનો ટ્રોફી પકડેલો ફોટો પણ મુક્યો સાથે લખ્યું કે તમારા આશીર્વાદ પ્રેમ અને સમર્થન વિના આ શક્ય ન હોત. આ પ્રવાશને આટલો સુંદર અને યાદગાર બનાવવા માટે હું તમારા બધાનો આભાર માનું છુ. મારા તમામ પ્રેક્ષકો મારા શુભેચ્છકો મારા માતા પિતા અને પરિવાર ને આભાર.

જો વાત નીલાંજલા અંગે કરીએ તો જણાવી દઈએ કે તે પશ્ચિમ બંગાળ ના અલીપુરદ્વાર નામના શહેરની રહેવાશી છે. હાલમાં તે ૧૨ માં ધોરણ માં અભ્યાસ કરે છે શો જીત્ય બાદ હવે તેની ઈચ્છા પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આવનાર પરિક્ષા પાસ કરવા પર છે. દિકરી ની આ જીત થી નીલાંજલા ના માતા પિતા પણ ઘણા ખુશ છે અને અભિનંદન પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *