Gujarat

ઓમ શાંતિ ! ડાયરા કલાકાર માયાભાઇ આહીર ના પિતા 103-વર્ષ ની વયે સ્વર્ગવાસ થયા. 103-વર્ષ વયે પણ તે…

Spread the love

ગુજરાત ના ડાયરાના કલાકાર માયાભાઇ આહીર પર હાલ એક અણધારી મુસીબત આવી પડી છે. માયાભાઇ આહીર ના પિતા નું અચાનક જ મૃત્યુ થતા પરિવાર ના લોકો ભારે દુઃખ માં પડી ગયા છે. માતા સરસ્વતી ના ઉપાસક માયાભાઇ આહીર નો જન્મ તળાજા તાલુકા ના બોરડા ગામ પાસે નેસ કુંડવી ખાતે વર્ષ 1972 માં થયો હતો. માયાભાઇ આહીર ના પિતાનું નામ વીરાભાઇ હતું. લોકો વીરાભાઇ ને ભગત કહેતા હતા.

માયાભાઇ ને પિતા ના માંથી ઘણા સંસ્કારો મળેલ છે. પિતા વીરાભાઇ ને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો માં ખુબ જ રસ હતો. આથી તેના સંસ્કારો માયાભાઈ ને વારસા માં મળ્યા છે. નાનપણ થી જ માયાભાઇ આહીર ગામમાં થતા રામકથા અને ભાગવતો માં ખુબ જ રસ લેતા હતા. માયાભાઇ આહીર ના પિતા 103-વર્ષ ની વયે અવસાન પામ્યા છે. માયાભાઇ આહીર ના પિતા પણ માયાભાઇ આહીર જેવા સરળ સ્વભાવ ના હતા. માયાભાઇ આહીર પિતાને ખુબ માન-સન્માન આપતા હતા.

તેમના પિતાની અંતિમ યાત્રા 31-જુલાઈ ના રોજ રાખી હતી. પિતાના દુઃખ થી માયાભાઇ આહીર ના માથે દુઃખો નો પહાડ તૂટી પડ્યો હતો. પિતા 103 વર્ષ ની ઉંમરે પણ સ્વસ્થ હતા. ઉમર થવાના કારણે આખરે માયાભાઇ આહીર ના પિતા એ અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ યાત્રા માં ગુજરાત ના ઘણા નામી લોકો શામેલ થયા હતા. માયાભાઇ આહીર સાથે લોકો ના મોઢા પર પિતા ના જવાનું દુઃખ ખુબ જ હતું.

માયાભાઇ આહીરની વાત કરીએ તો માયાભાઈએ 1થી 4 સુધીનું શિક્ષણ કુંડવીમાં જ લીધું હતું. માયભાઈ કુંડવી ગામમા વાડીમાં રહેતા હતા, જ્યાંથી સ્કૂલ દોઢ કિલોમિટર દૂર હતી અને ત્યાં જવાનો રસ્તો કાંટાવાળો અને ખૂબ ખરાબ હતો. આમ છતાં માયાભાઈ ચાલીને સ્કૂલે જતા હતા. બાદમાં ધોરણ 5-9 સુધીનું શિક્ષણ બાજુમાં આવેલા બોરડા ગામમાં લીધું હતું. બાદમાં ધોરણ10 સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પૂરો કર્યો હતો. તેમણે દેશ-વિદેશમાં મળી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કાર્યક્રમો કર્યા છે. માયાભાઈ આહીરને સંતાનમાં પત્ની અજાયબાઇ તથા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્ર મહુવામાં રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજી ભણે છે. દીકરીએ બીએસસીનો અભ્યાસ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *