સુરત- હવસખોર આચાર્ય ની ગંદી કરતૂત નો ભોગ બનનાર વિદ્યાર્થી ની વાત સાંભળી ને રડી પડશે. વાંચો આખી ઘટના.
થોડા સમય પહેલા સુરત ના પુણા માંથી એક સ્કૂલ ના આચાર્ય ની ગંદી હરકત સામે આવી હતી. જેમાં આચાર્ય પર ગંભીર આરોપો લાગ્યા હતા. ઘટના જાણી એ તો આચાર્ય એ સ્કૂલ ના વિદ્યાર્થી ને એક રૂમ માં બંધ કરી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેના કપડાં કાઢીને તેના હાથ-પગ બાંધીને શારીરિક અડપલાં કર્યા સાથે અન્ય વિદ્યાર્થીઓ પાસે તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. આ ઘટના વિદ્યાર્થી દ્વારા જાણવા મળી તો 3-વર્ષ જૂની છે. આ સાથે જ આમાં ભોગ બનનાર વિદ્યાર્થી સામે આવ્યા છે. અને કહ્યું કે…
આ બાબતે સ્કૂલ ના આચાર્ય નિશાંત વ્યાસ સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ સમિતિ એ ભોગ બનેલ વિદ્યાર્થી સાથે વાત કરી અને ઘટના ની માહિતી મેળવી હતી. જેમાં આ વિડીયો માં છે વિદ્યાર્થી હતો તે 3-વર્ષ પહેલા ધોરણ 8-માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી એ જણાવ્યું કે, એક વાર તે સ્કૂલ ની એક છોકરી સાથે વાત કરતો હતો. ત્યારે તેના પ્રિન્સિપાલે જોઈ લીધો હતો. ત્યારબાદ તેને પ્રિન્સીપાલે તેની પાસે બોલાવ્યો હતો.
આ બાદ પ્રિન્સિપાલે સ્કૂલ છૂટ્યા બાદ 4 થી 5 વાર પોતાની કેબીન માં વિદ્યાર્થી સાથે ગંદી હરકત કરી હતી. વધુ માં જણાવ્યું કે, અન્ય 5-6 વિદ્યાર્થી સાથે પણ આચાર્ય એ ગંદી હરકત કરી હતી. અને તેના વિડીયો પણ ઉતારવામાં આવ્યા હતા. આચાર્ય નિશાંત વ્યાસ ની આવી ગંદી હરકત બાદ તપાસ સમિતિ એ તેની સામે વધુ એક ગુનો નોંધ્યો હતો.
આમ આ પ્રિન્સિપાલ ની આવી ગંદી હરકત સામે આવતા લોકો માં ભારે રોષ ની લાગણીઓ છવાય ગઈ હતી. લોકો ને આ ઘટના ધ્યાને આવતા આચાર્ય ની ભારે બદનામી થવા પામી હતી. લોકો આચાર્ય ના નામે કલંક છે તેવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. આચાર્ય ને આ બાબતે કડક સજા થાય તેવી માંગ લોકો એ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!