Entertainment

જયારે યમરાજ મોર્નિંગ વોક પર નીકળે ત્યારે આવું જ થાય ! યુવક પાણીમાં પડતો પડતો બચી ગયો, વિડીયો જોયા બાદ તમે પણ હચમચી જશો…

Spread the love

જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે અમુક વખત લોકોને હસાવી દેતા હોય છે તો અમુક વખત ચોકાવી દેતા હોય છે. એવામાં હાલ આજના આ લેખના માધ્યમથી આવો જ એક વિડીયો અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કે તેને જોયા પછી તમારો પણ ઘડીક તો જીવ ઉચ્ચે ચડી જશે.

હાલ વરસાદની સીઝન ચાલી રહી છે, એવામાં દેશના અમુક રાજ્યોમાં મધ્યમ તો અમુક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, એવામાં આ વરસાદના એકઠા થયેલા પાણીના કારણે જ અમુક વખત જમીન નબળી પડતી હોય છે જેથી રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ મોટા મોટા ખાડા પડતા હોય છે જેને આપડે ભૂવા કઈએ છીએ. એવામાં આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ આવું જ કઈક થાય છે.

સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દુકાન નજીક આવી રહ્યો હોય છે ત્યાં તે ધીરે ધીરે દુકાનની નજીક આવે છે જે પછી તે જેવો પગ મુકીને આગળ વધે છે ત્યાં પાછળ પાછળ રહી ગયેલ રસ્તો તૂટી જાય છે અને તે જગ્યાએ મોટો જબરો ખાડો પડી જાય છે. આવું થતા આ યુવક પણ ઘડીક તેનું માથું પકડી લે છે કારણ કે તે મૌતને અડીને પાછો આવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

આ વિડીયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝરોએ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે આ યુવક મૌતને ચુંબન કરીને આવી ગયો જ્યારે બીજા એક યુઝરે જણાવ્યું કે જ્યારે યમરાજા જમવા બેઠા હોય ત્યારે આવું થાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો આનંદ મહેન્દ્રાએ પોતના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો અને સાથો સાથ એક મજેદાર કેપ્શન લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું કે યુવક થોડા દિવસતો વિચારમાં જ રહી જશે કે આ તેની સાથે શું થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *