ચોર ના હાથે લોકો એ કેક કટિંગ કરાવતા વિડીયો થયો વાયરલ. ચોર ની ઇરછા હતી કે…જુઓ વિડીયો.
આજના જમાના માં લોકો ખાસ શોર્ટકટ થી પૈસા કમાવવા માંગતા હોય છે. અને તેના માટે તે લોકો ગેરરસ્તે ચાલ્યા જતા હોય છે. એવામાં અમુક લોકો ચોરી, લૂંટફાંટ જેવા કામો કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક નાની ઉમર નો એક છોકરો ચોરી કરતા પકડાયો હતો. ચોરે એવું કહ્યું કે, લોકો તેના માટે કેક લાવ્યા અને તેને કેકે કટિંગ કરાવ્યું.
વિડીયો માં જોઈ શકાય છે કે, એક નાની ઉમર નો છોકરો કેક કાપી રહ્યો છે. આ છોકરો શેરી માંથી પકડાયો હતો. આ છોકરા એ લોકો ને કહ્યું કે તેનો જન્મદિવસ છે. તો લોકો તેના માટે કેક લાવ્યા અને તેના હાથે કેક કટિંગ કરાવ્યું. કેક માં લોકો એ ‘ચોર’ એમ લખાવ્યું. અને લોકો તાળીઓ પાડતા પાડતા બોલતા હતા કે, હેપ્પી બર્થડે ચોર. એક ભાઈ તેને કેક પણ ખવડાવતા હતા. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો આ વિડીયો જોઈ ને ખુબ કોમેન્ટો કરે છે. ઘણા કહે છે કે, આ બરાબર કર્યું. તો ઘણા કહે છે કે, આ છોકરા નું માનસિક રીતે અપમાન કહેવાય. તે નાની ઉમર ના છોકરા ને વાત સમજાવવી જોઈ એ આવી રીતે તેનું અપમાન ના કરાય. લોકો પોતપોતાની રીતે પોતાના વિચારો રહું કરે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.