ગુજરાત નું ગૌરવ! અમદાવાદ ના ડોક્ટર મોહીલ પટેલે જે રોકોર્ડ સર્જ્યો તે સાંભળીને થશે ગર્વ એક જ દિવસ માં એકસાથે..
અમદાવાદના એક ડોકટરે એ એક જ દિવસમાં 20 બાળકોને જન્મ કરાવીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. વધુ વિગતે જાણવા મળે તો અમદાવાદ જિલ્લાના નવા નરોડા વિસ્તારમાં ગાયકોનોલોજીસ્ટ અને વંધ્યત્વના નિષ્ણાંત એવા ડોક્ટર મોહિલ પટેલે એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના ઓપરેશન અને ડીલીવરી નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ડોક્ટર મોહિલ પટેલે જણાવ્યું કે 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
ડોક્ટર મોહિલ પટેલે જણાવ્યું કે એક જ દિવસમાં એક સાથે 20 બાળકો ને જન્મ આપવાનો આ રેકોર્ડ બનાવીને તે ખૂબ જ ખુશીની ભાવના અનુભવે છે. આ બાબતે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડોક્ટર મોહિલ પટેલને આ લક્ષ હાંસલ કરવા બદલ વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું કે આ અગાઉ ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં એક સાથે 15 બાળકોને જન્મ કરાવીને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.
તે રેકોર્ડ અમદાવાદના નરોડા વિસ્તારના ડોક્ટર મોહીલ પટેલે તોડી નાખ્યો છે. પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ 20 બાળકોના માતા પિતાને પણ ધન્ય છે કે જેને તેમના પર વિશ્વાસ મૂકીને તેમના હોસ્પિટલમાં તેમના પુત્રના જન્મ માટે પસંદ કરવામાં આવી. આમ જન્માષ્ટમીના દિવસે આ રેકોર્ડ સર્જાતા ડૉક્ટર મોહીલ પટેલ ખૂબ જ ખુશીની લાગણી અનુભવતા હતા.
આ બાબતે જીનીયસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પવન સોલંકી એ જણાવ્યું કે અમદાવાદના ડોક્ટર મોહિલ પટેલે આ શુંભ કામ કરતા તે લોકોએ તેમનો સંપર્ક સાઘી ને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આમ આ રોકોર્ડ સર્જાતા ડોક્ટર અને તેમની ટિમ ખુશી ની લાગણી અનુભવતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!