રાહુલ વૈધ “ગરબે કી રાત” મા મોટો વિવાદ સર્જાયો! માતાજીના નામ પર…
મિત્રો આપડે જાણીએ છીએ તેમ હાલ માતાજીના આરાધના ના દિવસો એટલેકે નવરાત્રી ના દિવસો પુરા થવા ઉપર છે. તેવામાં હિન્દૂ આસ્થાને ઠેસ પહોંચાડે તેવો બનાવ સામે આવ્યો છે. ફરી એકવાર હિન્દી ગીતમાં માતાજીના નામ સાથે અશ્લીલ દ્રસ્યો દેખાડતા લોકો માં રોસ જોવા મળિયો છે. આ ગીત એ આલ્બમ છે જે હાલ સોસીયલ મીડિયા પર ઘણું જ વાયરલ થઇ રહીયુ છે આ આલ્બમ ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદી નું છે જેનું નામ “ગરબે કી રાત’ એવું છે.
આ ગીતમાં મેલડીમાં અને મોગલમાં ના નામ સાથે અશ્લીલ નૃત્ય દેખાડતા ભાવિક ભક્તો માં રોસ ભરાયો છે. અને રાજકોટ સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધવા અરજી કરવામાં આવી હતી. આ ગીતના વિરોધ માં કિર્તીદાન ગઢવી એ જણાવ્યું કે ” આ આલ્બમ યુવાન અને સમાજ પર ખોટી અસર ઉપજાવે છે”
તેમણે વધુમાં જણાવ્યુ કે માતાજીના ગરબા ચાલી રહ્યા છે અને તેવામાં જે ડાન્સ કરે છે તેમના કપડાં તે અને માતાજીના નામે જે પ્રકારે ડાન્સ કરવામાં આવ્યો છે જે ઘણોજ અશ્લીલ છે આવા ગીતો સમાજ અને ખાસતો યુવાનો ને ગેરમાર્ગે દોરે છે.
વળી રાજભા ગઢવી એ પણ આ ગીતનો વિરોધ કરીયો છે અને આ ગીતને તમામ સોસીયલ સાઈટ અને માધ્યમો પરથી દૂર કરવા જણાવ્યુ. આ વિરોધનું કારણ ગીતમાં જે પ્રકારે માતાજીનું નામ લેવાયું છે અને માતાજીના નામ ની સાથે જે પ્રકારે ખરાબ કપડાં પહેરી અને અશ્લીલ ડાન્સ કરીયો છે તે છે. જેને કારણે ભાવિક ભક્તો ને ઠેસ પહોચી છે. આ કારણે ગીતના ગાયક રાહુલ વૈદ્ય ને થોડા સમયથી જીવથી મારી નાખવાની અને તેમને સબક શીખવવાની ધમકીઓ પણ મોકેલવામાં આવી રહી છે.
આ બાબત ની પુષ્ટિ તેમના પ્રવક્તાએ કરી છે. જો વાત રાહુલ વૈદ્યની કરીએ તો તેમના જણાવ્યા અનુસાર તેમનો હેતુ કોઈપણ ની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ના હતો અને તેવું થયું હોય તો તેમાટે તે માફી માંગે છે. વધુમાં જણાવવામાં આવ્યુ કે તેમને થોડો સમય આપવામાં આવે જેને કારણે તે ગીતમાં ફેરફાર કરી શકે. પરંતુ તેમાટે તેમને સમય જોશે કારણકે આ ગીત હાલ રિલીઝ થઇ ગયું છે અને હવે તેમાં સુધારો કરવો થોડું મુશ્કેલ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.