એર પોર્ટ પર એક મજુર પાસે થી દોઢ કીલો સોનુ મળ્યુ! સોના નો ઉપયોગ એવી

મિત્રો સોનું એક અમૂલ્ય ધાતુ છે આપડે સૌ જાણીએ છીએ કે સોનાની કિંમત વર્તમાન માં ઘણીજ વધુ છે હાલ થોડું સોનું લેવા પણ ઘણા ખરા પૈસા દેવા પડે છે ત્યારે એક સામાન્ય મજૂરી કરનારા મજૂર પાસેથી દોઢ કિલો સોનું મળિયું છે.

આ ઘટના જયપુર ની છે, કે જ્યાં જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહથી આવેલા એક મજૂર પાસેથી દોઢ કિલો સોનું મળી આવ્યું છે. કે જેની બજાર કિંમત 73 લાખ રૂપિયાથી વધુ છે. જોકે આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ  શરૂ કરવામાં આવી છે.

જો વાત સમગ્ર બનાવ ની કરીએ તો મળતી માહિતી મુજબ રાજસ્થાનના જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહથી આવેલા મજૂર પાસેથી દોઢ કિલો સોનું મળી આવ્યું છે. જેની બજાર કિંમત આશરે 73 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશનર ભારત ભૂષણ અટલ નાં જણાવ્યા મુજબ શારજાહાથી ફ્લાઇટમાં આવેલા જોધપુર નિવાસી અને મજૂર રતન અન્ડર ગારમેન્ટમાં કાપડની થેલી અને પટ્ટા નીચે સોનું છુપાવીને લાવ્યો હતો. તે શારજાહામાં એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતો હતો.

જ્યાંથી તે ગુરુવારે જયપુર આવવા નીકળીયો. જ્યાં  જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસ દરમિયાન મજૂર પાસેથી સોનું મળી આવ્યું હતું. વધુ  પૂછપરછમા તેણે જણાવ્યું હતું કે શારજાહા એરપોર્ટ પર એક યુવાન વ્યક્તિ તેને મળ્યો હતો અને તેણે સોનું જયપુર મોકલવાનું કહ્યું હતું બદલામાં, કામદારની ટિકિટનો ખર્ચ ઉઠાવવાનું કહેવામાં આવ્યું હતું.

જોકે આ પહેલા પણ જયપુરના સાંગાનેર એરપોર્ટ પર એક યુવક પાસેથી 463.700 ગ્રામ સોનું મેળવવામા આવ્યું હતું કેજેની બજાર કિંમત 22 લાખ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું અહીં 35 વર્ષીય રતન નામના યુવકની પાસેથી સોનું મેળવીયા બાદ કસ્ટમ વિભાગની ટીમે તે યુવક્ની ધરપકડ કરી હતી. તે વ્યકતિએ સોનાને ટૂલ કીટ અને સ્કેટિંગ ના બૂટમાં સંતાડીને લાવવામાં આવ્યું હતું.

સોનું લાકડી અને નળાકાર આકારનું હતું. કસ્ટમ કમિશનર રાહુલ નાંગરે નાં જણાવ્યા અનુસાર આ કાર્યવાહી સહાયક કસ્ટમ કમિશનર ભારત ભૂષણના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સોના સાથે પકડાયેલો યુવક ચુરુ જિલ્લાનો રહેવાસી છે. એક વર્ષ પહેલા નોકરી પર ગયો હતો. તે ત્યાં સિવિલ વર્ક કરતી કંપનીમાં મિકેનિક તરીકે કામ કરતો હતો. તે એરઇન્ડિયાની ફ્લાઇટમાં દુબઇથી જયપુર આવ્યો હતો.  જ્યારે એક્સ-રે મશીનથી સામાનની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કેટલીક વસ્તુઓ જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *