ગરમી થી ત્રાહિમામ પોકારી રહેલી ગૂજરાત ની જનતા માટે આવ્યા રાહત નાં સમાચાર.હવામાન વિભાગે કહ્યું કે….જાણો વિગતે.
ગુજરાત માં કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે સારા સમાચાર જોવા મળી રહ્યા છે. ગૂજરાત માં આગામી દિવસો માં ચોમાસુ વહેલું બેસે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે કરી છે. ગુજરાત માં વરસાદ ની આગાહી વચ્ચે પ્રિમોનસુંન કામગીરી શરૂ થવાની પણ સંભાવના જોવા મળે છે. લોકો ગરમી થી ત્રાહિમામ થયેલા હોય છે. એવામાં ગુજરાત માં વરસાદ ની સંભાવના સેવતા લોકો એ રાહત નો શ્વાસ લીધો છે.
અમદાવાદ માં અને ગૂજરાત નાં અન્ય કેટલાક જિલ્લાઓ માં ૪૦ ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન નોંધાતું જોવા મળે છે. ગુજરાત માં આગમી ૨૪-૨૫ તારીખ આજુબાજુ દક્ષિણ ગુજરાત ના કેટલાક જિલ્લાઓ માં વરસાદ ની સંભાવનાઓ હવામાન વિભાગે કરી છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે આગમી દિવસો માં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે ગૂજરાત માં લોકો ને બફારા નો સામનો કરવો પડી શકે છે.
ગુજરાત માં હાલ તો હિટવેવ ની સંભાવનાઓ નહિવત જોવા મળે છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર ૨૫ તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત ના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ ની આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસો માં ૨-૩ ડિગ્રી સુધી તાપમાન માં ઘટાડો જોવા મળશે. રાજ્યમાં માં મોટા ભાગ માં ૪૦ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. આગામી ૫ દિવસ સુધી થોડાક અંશે તાપમાન માં ઘટાડો થઈ શકે છે.
અમદાવાદ સહિત અનેક વિસ્તારો માં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. અમદાવાદ માં પારો ૪૩ ડીગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આમ ગુજરાત વાસીઓ માટે આ વર્ષે હવે વરસાદ સારો રહેવાની સંભાવના છે. ગુજરાત માં વરસાદ ની આગાહી વચ્ચે લોકો વાતાવરણ માં પલ્ટો આવે તેની રાહ જોઈ બેઠા છે. ગરમી નો પારો હાઈ થવાનાં લીધે અનેક લોકો નાં મોત થય જતા હોય છે.