રાજકોટ- ફોરચ્યુંનર કારે એક્ટિવાચાલક ને અડફેટે લેતા 27 વર્ષીય યુવાનનું થયું મોત, પરિવારે ગુમાવ્યો વ્હાલો દીકરો.
ગુજરાત માં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અકસ્માત નો ભોગ બનનાર ના માથે ક્યારેક અણધારી મુસીબત આવી પહોંચે છે. રાજકોટ માં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ બનતા હોય છે. એવી જ રાજકોટ માં ફરી બે એક્સીડંટ ની ઘટના સામે આવી છે. બન્ને ઘટના અલગ અલગ સ્થળે બનેલી છે. જેમાં એક ઘટના માં ત્રણ બહેનો એ પોતાના ભાઈ નો ભાઈ ગુમાવી દીધો.
રાજકોટ ના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે એક ફોર્ચ્યુનર કારે એક એક્ટિવ ચાલાક ને અડફેટે લઇ લેતા એક્ટિવા ચાલાક નું સારવાર દરમિયાન મોત થઈ ગયું. જાણવા મળ્યું કે યુવક ની પિતરાઈ બહેન ના લગ્ન હોય યુવક લગ્ન ની કંકોત્રી દેવા એક્ટિવ દ્વારા આમંત્રણ દેવા જતો હતો. ત્યારે અચાનક એક ફોર્ચ્યુનર કારે ટક્કર મારી દેતા યુવક 5 ફૂટ ઉપર ઉઠ્યો અને નીચે પટકાયો હતો બાદ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત થયું હતું.
યુવક ની ઉંમર 27 વર્ષ ની હતી. અને યુવક ના પિતા નિવૃત પી.આય હતા જેનું નામ ભુપતભાઇ તેરૈયા છે. બીજી એક ઘટના કાલાવડ રોડ પર જ બની હતી. જેમાં એક સ્કોર્પિયો અચાનક જ ડિવાઇડર ક્રોસ્સ કરીને ઊંધા માથે પડી ગઈ હતી. કાર ચાલાક નો કાબુ ન રહેતા સ્કોર્પિયો ડિવાઈડર ક્રોસ્સ કરીને બીજી બાજુ આવી અને પલ્ટી હતી. આમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
કાર નો અકસ્માત થતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર નું એક્સીડંટ ખુબ જ ભયાનક હતું જેના લીધે આજુબાજુ માં પસાર થતા વાહનોને પણ આમાં અકસ્માત માં ઈજ્જ થાય તેવી ભીતિ હતી પણ સદનસીબે એવી કોઈ મોટી હાનિ થઇ ન હતી.