રાજકોટ- યુવતી એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો, સુસાઇડ નોટ માં એવું લખ્યું હતું કે…….
આપઘાત ના કિસ્સાઓ માં બહોળા પ્રમાણ માં વધારો થઇ રહ્યો છે. આપઘાત કરનાર નાની નાની વાતો માં આપઘાત કરી બેસે છે. અને તેના પરિવારો ને આના મોટા પરિણામ ભોગવવા પડે છે. કોઈ વાર કોઈ વ્યક્તિ કોઈ એવી વાત થી કંટાળી ને આપઘાત કરી બેસે છે. એવી જ એક ઘટના રાજકોટ થી સામે આવી છે. એક યુવતી એ તેના પૂર્વ પ્રેમી થી કંટાળી ને આપઘાત કરી લીધો છે.
રાજકોટ ના હરસિધ્ધિ સોસાયટી માં રહેતી દિપાલી નામની યુવતી એ પોતાના જ ઘરે રૂમ માં ગળાફાંસો ખાય ને આપઘાત કરી લીધો. દીપાલી ના માતા-પિતા બહાર લગ્ન માં ગયા હતા તે દરમિયાન દિપાલી ની પરણિત બેહેન અને તેનો ભાઈ ઘર પર હતા અને દિપાલી એ રૂમ માં જય ને આપઘાત કરી લીધો. આ બાબતે દિપાલી એ એક સુસાઇડ નોટ લખી હતી. સુડસાઈડ નોટ માંથી દિપાલી ના મારવાનું કારણ જાણવા મળ્યું હતું.
દિપાલી એક સુનિલ નામના યુવક ને પ્રેમ કરતી હતી. સુનિલ નું વેવિશાળ કોઈ બીજી યુવતી સાથે થઈ ગયું હતું છતાં પણ તે દિપાલી ને પોતાની સાથે સંબંધ રાખવા કહેતો હતો. અને અવારનવાર દિપાલી ને ધમકીઓ આપતો હતો. સુનિલ કુકડીયા નામનો યુવક દિપાલી ને મારતો પણ અને દિપાલી ના માતા-પિતા ને પણ વારંવાર ગાળો આપતો હતો. આવું દિપાલી એ પોતાની સુસાઇડ નોટ માં લખ્યું હતું.
પોલીસ ને ઘટના ની જાણ થતા યુનિવર્સીટી પોલિસ આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. દિપાલી ના પિતા એ સુનિલ વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દિપાલી ના પિતા એ જણાવ્યું હતું કે તે તેની વ્હાલી દીકરી ને બચાવી ન શકયા. તે કહે છે કે સુનિલ આવી જ રીતે એક બીજા પરિવાર ને પણ હેરાન કરતો હતો. અને તેના ત્રાસ થી એક પરિવારે ઘર પણ છોડ્યું હતું. અને સુનિલ અને તેના મિત્રો ના ત્રાસ થી તે પરિવારે ઘર છોડવું પડ્યું હતું. પિતા એ કહ્યું કે પોતાની દીકરી ની સંભાળ રાખવી એ તેના પિતા ની ફરજ છે તે તેની દીકરી ને બચાવી ન શક્યા.