Entertainment

ત્રણ દશકો સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરનારી રાખી 76 વર્ષની ઉમરે પણ પહેલા જેવી જ ખૂબસૂરત દેખાઈ છે…. જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ ની જાણીતી એવી અભિનેત્રી રાખી આજે 76 વર્ષની ઉમરની થઈ ગઈ છે. રાખીનું સાચું નામ રાખી મજૂમદાર છે જેનો જ્ન્મ 15 ઓગસ્ટ 1947 ના રોજ પચ્ચીમ બંગાળ ના નાદિયાં જિલ્લાના રાણાઘાત માં થયો હતો. અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત  વર્ષ 1967 માં પ્રદર્શિત બાંગ્લા ફિલ્મ વધુવરણ થી કરી હતી. આ વચ્ચે તેમની મુલાકાત નિર્માતા અને નિર્દેશક સુનિલ દત્ત સાથે થઈ હતી જેમને તેમની પ્રતિભાને ઓળખી અને પોતાની નવી ફિલ્મ રેશ્મા અને શેરા માં કામ કરવાનો પ્રસતાવ આપ્યો, જેનો રાખીએ સહર્ષ સાથે સ્વીકાર કર્યો હતો.

જોકે ફિલ્મ ના નિર્માણ માં મોડુ થવાના કારણે રાખી ની ફિલ્મ ‘ જીવન મૃત્યુ ‘ પહેલા પર્દર્શિત થઈ ગઈ. આ ફિલ્મમાં તેમના હીરો ધર્મેન્દ્ર હતા. આ ફિલ્મ ફિલ્મી પડદે સુપરહિટ સાબિત થઈ હતી, રાખીના સિનેમા કરિયર ની વધુ એક સુપરહિટ ફિલ્મ ‘ શરમીલી’ વર્ષ 1971 માં રિલિજ થઈ હતી આ ફિલ્મમાં તેમણે જુડવા બહેનોની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 1976 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ તપસ્યા’ રાખીના કરિયરની મહત્વપૂર્ણ ફિલ્મો માની એક છે.અભિનય માં એકરૂપતા થી બચવા માટે અને સ્વયં ના ચરિત્ર અભિનેતા ના રૂપમાં સ્થાપીત કરવા માટે રાખીએ સ્વયં ને વિભિન્ન ભૂમિકામાં રજૂ કરી હતી.

આ ક્રમમાં 1980માં રિલિજ થયેલ પ્રકાશ મહેરા ની સુપરહિટ ફિલ્મ ‘ લાવારિસ’ માં અને રમેશ સિપ્પી ની ફિલ્મ ‘ શક્તિ ‘ માં તે ફિલ્મ અભિનેતા અમિતાબ બચ્ચન ની માતાની ભૂમિકા ભજવતા પણ અટકાઈ નહોતી. જોકે આની પહેલા રાખી એ અમિતાબ બચ્ચન ની સાથે ઘણી ફિલ્મો માં નાયિકા ની ભૂમિકા પણ નિભાવી હતી. ફિલ્મ ‘ લાવારિસ ‘ માં તેમના પર બનાવેલ ‘ મેરે અંગને મે રૂમહારા ક્યાં કામ હે ‘ ગીત બહુ જ પ્રખ્યાત છે. 90 ના દશક માં રાખીએ ઘણી ફિલ્મોમાં માતાનો કિરદાર નિભાવીને પરદા પર સાર્થક કર્યું છે.

આ ફિલ્મોમાં રામ લખન, જીવન સંઘર્સ, પ્રતિકાર, સૌગંધ, ખલનાયક, અનાડી, બાજીગર, કરણ અર્જુન, સોલ્જર જેવી ફિલ્મો ખાસ કરીને ઉલ્લેખનીય છે. ફિલ્મ રામ લખન માં રાખીના અશક્ત અભિનય માટે સર્વશ્રેષ્ટ સહાયક અભિનેત્રી નો પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવી હતી. રાખીએ પોતાના ફિલ્મી કરિયર માં ત્રણ વાર ફિલ્મ ફેયર પુરસ્કાર થી સન્માનીત થઈ ચૂકી છે. તેમણે સૌથી પહેલા ફિલ્મ ‘ દાગ ‘ની માટે સર્વશ્રેસ્ટ સહાયક અભિનેત્રી નો પુરસ્કાર મળ્યો હતો.આના પછી 1976 માં ફિલ્મ ‘ તપસ્યા’ ની માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને વર્ષ 1989 માં રામ લખન ફિલ્મ ની માટે સર્વશ્રેસ્થ સહાયક અભિનેત્રી નો ફિલ્મ ફેયર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વર્ષ 2003 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ શુભ મુહૂર્ત ‘ માટે રાખી ને સર્વશ્રેસ્ઠ સહાયક અભિનેત્રી ના રાસ્ત્રીય પુરસ્કારથી સન્માનીત કરવામાં આવી હતી.ફિલ્મ શેત્ર માં રાખીને મહત્વપૂર્ણ યોગદાન ને જોતા ભારત સરકાર એ તેમને વર્ષ 2003 માં પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કિશોરાવસ્થામાં જ બંગાળી ફિલ્મોના નિર્દેશક અજય વિશ્વાસ સાથે લગ્ન થઇ ગયા હતા પરંતુ આ લગ્ન સફળ રહ્યા નહિ. આના પછી રાખીએ ગીતકાર ગુલશન સાથે લગ્ન કર્યા. રાખીએ પોતાના ત્રણ દશક લાંબા સિનેમા કરિયરમાં લગભગ 90 ફિલ્મો માં કામ કર્યું છે. હાલમાં રાખી ફિલ્મોમાં સક્રિય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *