India

રેલવે નું ક્રોસિંગ પાર કરતા રાખજો ધ્યાન નહીંતર તમારી સાથે પણ આ ટ્રક જેવો અક્સ્માત થઈ શકે છે…જુઓ વિડીયો….

Spread the love

મિત્રો આપણે અવાર નવાર અનેક અક્સ્માતો અંગે જોતાં અને સાંભળતા આવ્યા છીએ. જેમાં ખટારા, મોટર, સ્કૂટર જેવા વાહનો વચ્ચે અક્સ્માત સર્જાઇ છે. પરંતુ આવા નાના નાના વાહનો ના અક્સ્માત માં પણ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે જ્યારે અનેક લોકો ને ઈજા પણ થાઈ છે.

તો તમને કહેવામાં આવે કે તમે કેટલો મોટો અક્સ્માત જોયો છે તો તમારો જવાબ શું હશે ? તો મિત્રો આપડે આજે એક એવા અકસ્માત અંગે વાત કરવાની છે કે જયા એક ઘણુંજ વિશાળ વાહન એટલે કે ટ્રેન્નો અને એક ખટારા વચ્ચે અક્સ્માત સર્જાયો હતો.

આપણે સૌ જાણીએ છીએ કે ટ્રેન એક વિશાળ વાહન છે. તેની સ્પીડ પણ ઘણી ઝડપી હોઈ છે. આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ તેની સામે આવે તો તે તેને ફાડીને ઉડાડી દે છે. હાલના સોશિયલ મીડિયા નાં યુગ માં વિવિધ માધ્યમો પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. આમાંના કેટલાક રમુજી છે, જ્યારે અમુક આશ્ચર્યજનક હોઈ છે અને અમુક તો દુર્ઘટના ને લાગતા પણ હોઈ છે. આવા દુર્ધટના ને લાગતા વિડીયો પણ અહીં ખૂબ જોવા મળે છે.

તેવામાં જો તમે ઈન્ટરનેટ વાપરતા હોવ તો તમને માલુમ પડશે કે હાલ ના સમય માં એક ટ્રેન અને ટ્રકની એક ઘણો જ ગંભીર અકસ્માતની ઘટના નો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ છે. આ અકસ્માત અમેરિકાના ઓક્લાહોમાના ઠાકરવિલેમાં શુક્રવારે થયો હતો. અહી ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અક્સ્માત એટલી ભયાનક હતી કે જેણે પણ આ અક્સ્માત નો વિડીયો જોયો તેઓના રૂંવાડા ઉભા થઈ ગયા. આ વીડિયોમાં જોવા મળે છે કે એક ટ્રક ટ્રેનના પાટા ની પેલે પાર જતી જોઈ શકાય છે. અને તે અધવચ્ચે ફસાઈ જાય છે. ત્યાર બાદ જોડા જ ક્ષણોમા ત્યાંથી વધુ ઝડપે દોડતી એમટ્રેક ટ્રેન આવે છે. આ ફૂલ સ્પીડ માં આવતી ટ્રેને આવા ફસાયેલા ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ટ્રક તૂટીને વેરવિખેર થઈ જાય છે.

તેમને જણાવ્યું કે આ અથડામણને કારણે ટ્રેનના લોકોમોટિવનો આગળનો ભાગ પાટા પરથી ઉતરી ગયો હતો. જેના કારણે ટ્રેન્ના અમુક ડબ્બા ને થોડું નુકસાન થયું હતું. જેને કારણે ટ્રેનને આગળ જતા અટકાવી દેવામાં આવી હતી. અકસ્માત બાદ, બીએનએસએફ, એમટ્રેક અને ફેડરલ રેલરોડ એડમિનિસ્ટ્રેશનના નિરીક્ષકો મદદ માટે અકસ્માત સ્થળ પર આવ્યા હતા. તેમણે ટ્રેક અને ટ્રેનને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું.

જો વાત અક્સ્માત ના કારણ અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર ટ્રકમાં વધુ વજન હતું જેના કારણે તે ટ્રેક પાટા ના એક ભાગેથી સામેના ભાગ પાર જઈ શક્યો નહીં. તે જ સમયે બીજી બાજુથી એક ટ્રેન આવી રહી હતી, જેના કારણે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં ટ્રેનમાં સવાર પાંચ મુસાફરો પણ ઘાયલ થયા છે. હાલ આ બધા ઈજાગ્રસ્ત લોકો ને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *