ભયાનક અકસ્માત ! લગ્ન માંથી પરત ફરતા સમયે બોલેરો કાર ટ્રક પાછળ ઘુસી જતા એકસાથે 8 લોકો એ જીવ ગુમાવ્યો..જાણો ક્યાં બની ઘટના.

આજકાલ રોડ એક્સીડંટ ના કેટકેટલાય કિસ્સાઓ સામે આવે છે. અકસ્માત માં મૃત્યુ થતા પરિવાર ના માથે મહામુસીબતો આવી પડે છે. એવી જ એક ઘટના ઉત્તરપ્રદેશ ની સામે આવી છે. ઉત્તરપ્રદેશ ની એક એક્સીડંટ ની ઘટનામાં એકસાથે 8 લોકો ના કમકમાટી ભર્યા મોત થયા છે.

ઉત્તરપ્રદેશ ના સિદ્ધાર્થનગર માં રવિવારે એક ભયાનક એક્સીડંટ થયું હતું. રવિવારે એક લગ્ન પતાવીને એક બોલેરો ગાડી માં એક સાથે 11 લોકો ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરે પરત ફરતી વેળાએ બોલેરો કાર રસ્તા પર પડેલા એક ટ્રક ની અંદર ઘુસી ગયો હતો. ગાડી ચાલક નું નિયંત્રણ ન રહેતા આ ઘટના બની હોઈ શકે.

બોલેરો ટ્રક ની અંદર ઘુસી જતા 11 માંથી 8 લોકો ના મોત થઇ ગયા અને 3 લોકો ને ગંભીર હાલત માં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટના ની જાણ પોલીસ ને થતા પોલિસ ઘટના સ્થળે આવી હતી. ટક્કર એટ્લી જોરદાર હતી કે બોલેરો કાર નો કુરચો નીકળી ગયો હતો. બધા લોકોં લગ્ન માંથી પરત આવી રહ્યા હતા. ઘટના બનતા ચારેતરફ અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

ઘટના ની જાણ યોગી આદિત્યનાથ ને થતા તેમને શોક વ્યક્ત કર્યો હતો. અને પીએમ નરેન્દ્ર મોદી એ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. લગ્ન નો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો હતો. આમ વારંવાર એક્સીડંટ ની ઘટના સામે આવતી જ રહે છે. નિર્દોષ લોકો એક્સીડંટ નો ભોગ બનતા હોય છે. રોજબરોજ આવી ઘટના બનતી જ હોય છે. અને ક્યારેક તો એક સાથે પરિવાર ના કેટલાય વ્યક્તિ મૃત્યુ પામતા પરિવાર આખો રસ્તા પર આવી જતો હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.