Gujarat

નવસારી- વર્ષ નો અંતિમ દિવસ 9-લોકો નો બન્યો છેલ્લો દિવસ ! રોડ મરણચીસો થી ગુંજી ઉઠ્યો, જુઓ દર્દનાક તસવીરો.

Spread the love

ગુજરાતમાં અકસ્માત થવાના કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. રોજબરોજ અકસ્માત થવાની અનેક ઘટનાઓ સામે આવે છે. હાલમાં વર્ષના છેલ્લા દિવસે એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં એક લક્ઝરી બસ અને fortuner કાર વચ્ચે એવો ગમખાર અકસ્માત થયો કે fortuner કારમાં સવાર સાત લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા તો બે લોકોને સારવાર અર્થે ખસેડતા ત્યાં દમ તોડી દીધો હતો.

વધુ વિગતે વાત કરીએ તો આ ભયંકર અકસ્માતની ઘટના નવસારી જિલ્લામાં વહેલી સવારના રોજ બની છે. જેમાં જાણવા મળ્યું કે ફોર્ચ્યુનર કારના ચાલકને સવારમાં જોકું આવી જતા આ ઘટના સર્જાયા ની પ્રાથમિક માહિતી પોલીસ અધિકારીઓએ આપી હતી. જેમાં fortuner કાર ચાલકને જોકું આવી જતા કાર બેકાબુ બની અને અમદાવાદ જતાં ટ્રેક ઉપર કાર દોડવા લાગી હતી. જેના કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે fortuner કાર અથડાઈ હતી.

fortuner કારમાં સવાર નવ લોકો પૈકી સાત લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા તો અન્ય બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને લોકો મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસના ડ્રાઇવરને આ ઘટના બનતા હાર્ટ એટેક આવી ગયો હતો. જાણવા મળ્યું કે લક્ઝરી કારમાં સવાર લોકો અમદાવાદમાં ચાલી રહેલા શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા.

લક્ષરી બસમાં લગભગ 30 લોકો સવાર હતા જેમાં 11 લોકોને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો અન્ય લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. નવસારી, વલસાડ, સુરત વગેરે જિલ્લાની હોસ્પિટલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. તંત્રને આ બાબતની જાણ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આમ એક સાથે નવ લોકો વર્ષના છેલ્લા દિવસે મૃત્યુ પામતાં ગુજરાતમાં આ ઘટનાની ભારે ચકચાર મચી જવા પામી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *