સંખેડા- અનરાધાર વરસાદ ની વચ્ચે માત્ર 5-સેકન્ડ માં ઐતિહાસિક મન્દિર કડકભૂસ કરતા ભાગી પડ્યું…જુઓ દ્રશ્યો.
ગુજરાત માં હાલ માં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત ના દક્ષિણ ભાગ વરસાદ ના પાણી થી જળબમ્બાકાર થઇ ચુક્યો છે. એવામાં ઠેર ઠેર થી ભયંકર તારાજી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઘણા વિસ્તારો એવા છે કે, લોકો ના ઘરો માં વરસાદ ના પાણી ઘુસી ગયા છે. લોકો ને રસ્તા પર ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લા માં વરસતા વરસાદ ના પગલે ત્યાં ઘણા લોકો નું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે.
વરસાદ થી મોટા ભાગ ના નદી, નાળા અને ડેમો ભયજનક સપાટી પર વહી રહ્યા છે. વરસાદ ની વચ્ચે છોટાઉદેપુર જિલ્લા માં થી એક ભયંકર ઘટના સામે આવી છે. જ્યાં એક મંદિર નીચે થી જમીન ખિસકી જતા મંદિર માત્ર 5-સેકન્ડ માં કડકભૂસ કરતા તૂટી પડ્યું અને મંદિર નો અમુક ભાગ પાણી માં ગરકાવ થઇ ગયો હતો. છોટાઉદેપુર માં વરસાદ ના પગલે સંખેડા પાસેથી પસાર થતી ઉરછ નદી બે કાંઠે વહી રહી છે.
ઉરછ નદી ના કિનારે આવેલું એતીહાસીક એક મંદિર અર્જુનનાથ મહાદેવ નો અમુક ભાગ તૂટી ને નીચે પાણી માં પડ્યો હતો. સ્થાનિક લોકો ની નજર ની સામે આ દ્રશ્યો સર્જાતા સ્થાનિક લોકો માં દુઃખ ની લાગણી ફરી વળી હતી. માત્ર 5-જ સેકન્ડ માં મંદિર ની નીચે ની જમીન ખસકી જતા પાણી માં કડકભૂસ થઇ વહી ગયું હતું. છોટાઉદેપુર માં પણ પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થઇ ચૂક્યું છે. પાણેજ ખાતે ના નેશનલ હાઇવે નું ધોવાણ થતા રાહદારીઓ ને ભારે હાલાકી થવા પામી છે.
બીજી તરફ છોટાઉદેપુર ના નસવાડી ના બાર જેટલા ગામો સંપર્ક વિહોણા થઇ ચુક્યા છે. ગામમાં આવવા જવાના રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો ભારે મુશ્કેલી માં મુકાય ચુક્યા છે. તંત્ર દ્વારા ઝડપી કામગીરી ના ભાગ રૂપે તમામ સ્થાનિક લોકો ને રેસ્ક્યુ કરી ને સલામત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. આ માટે એનડીઆરએફ ની ટિમ ને ખડેપગે રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.