Entertainment

બોલો શુ જમાનો આવ્યો!! ચોરો ને જોઈને પ્રેમી પ્રેમિકા ને મૂકીને ભાગી ગયો પછી ચોરોને યુવતી પર દયા આવી અને … જુવો વીડિયો

Spread the love

ઘણીવાર રસ્તાઓ વચ્ચે લૂટફાટ ની ઘટનાઓ બનતી રહેતી હોય છે. જ્યાં અપરાધીઓ મહિલાઓના ઘરેણાં, પર્સ અને મોબાઈલ જેવી વસ્તુઓ લઈને મુસાફરી કરતાં લોકોને પોતાનો નિશાનો બનાવતા હોય છે. લૂટેરાઓ ઘણીવાર હથિયાર ચલાવતા હોય છે તો ઘણીવાર જાન થી મારી નાખવાની ધમકી પણ આપતા હોય છે. અને ત્યાર પછી સમાન લઈને ફરાર થઈ જતાં હોય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ ચોરને પહેલા ચોરી કરી અને ત્યાર પછી તે વસ્તુ પરત કરતાં જોયા છે.

તમને પણ લાગશે કે આવું વળી ક્યાં ચોર કરે . પરંતુ આ હકીકતમાં બનેલું છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બે લૂટેરાઓ એક છોકરી નું કીમતી બેગ લઈને ફરાર થવાનો પ્રયત્ન કરતાં હોય છે પરંતુ આ બધુ જોઈને યુવતી સાથે રહેલ તેનો બોયફ્રેંડ ડરી જાય છે અને યુવતીની રક્ષા કરવાના બદલે ત્યાથી એકલો જ ભાગી જાય છે. આ ઘટના બન્તા જ ચોરો ને આ એકલી યુવતી પર દયા આવી જાય છે અને ચોરો એ તે યુવતીની પાસેથી જે પણ સમાન લીધો હોય છે તે બધો પરત કરી આપે છે.

વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગર્લફ્રેંડ પોતાના બોયફ્રેંડ ની સાથે ચાલીને જતી નજર આવી રહી છે. આ દરમિયાન જ પાછળથી બાઇક સવાર 2 લૂતેરાઓ આવે છે અને તેમની પાસેથી કીમતી સામાન લેવાનો પ્રયત્ન કરવા લાગે છે. આ બધુ જોઈને બોયફ્રેંડ ડરી જાય છે અને પોતાની ગર્લફ્રેંડ ને ત્યાં જ ચોરોની વચ્ચે મૂકીને ભાગી જાય છે. ગર્લફ્રેંડ પણ ભાગવાનો પ્રયતન કરે છે પરંતુ ચોથો તેની પાસે જ હોય છે. જે તેનું બેગ લઈ લે છે. બોયફ્રેંડ ને આમ ભાગતા જોઈને ચોરો પ ઘડીકવાર તો હેરાન રહી જાય છે.

અને તેઓ છોકરી સાથે ઇશારામાં કઈક વાતો કરે છે. આના પછી ચોરોનું મન બદલાઈ જાય છે અને તેમણે જે સામાન લૂટયો છે તે છોકરીને પરત કરી દે છે. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના એક ઈમાર્ટમાં લાગેલ સીસીટીવી કેમેરા માં કેદ થઈ ગઈ. આ વિડીયો જોયા બાદ ઘણા લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે કે ગર્લફ્રેંડ સાથે આ ઘટના બતા બોયફ્રેંડ આમ કેમ ભાગી ગયો? જો યુવતી પર હુમલો થયો હોય તો શું તે બચાવાનો પણ પ્રયતન ના કરે. હાલમાં તો આ વિડીયો દરેક લોકોના હોશ ઉડાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *