India

કાશમીર ના આતંકવાદ ના કારણે ફરી બે જવાનો ની સહાદત બંને જવાનો ઉત્તરાખંડ ના…

Spread the love

આપડે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમય થી કાશ્મીર માં ફરી એકવાર આતંકવાદે પોતાનું માથું ઉપાડ્યું છે અને અનેક વિસ્તારોમાં આતંકી ઘટનાઓ જોવા મળી રહી છે. જોકે આપડી સેનાઓ દ્વારા આવા આતંકીઓને કાશ્મીર માંથી બહાર કાઢવા અને કાશ્મીર ને આતંક મુક્ત કરવા અનેક અભિયાન ચાલી રહ્યા છે. જેને કારણે સેના અને આતંકીઓ વચ્ચે અનેક સ્થળોએ ગોળીબારી થઇ રહી છે. જેમાં સેના દ્વારા અનેક આતંકીઓ ને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

પરંતુ આવા અભિયાન માં આપણા પણ જવાનો શહીદ થયા છે. આપડે અહીં એવાજ બે જવાનો વિશે વાત કરવાની છે કે જેમણે માતૃભૂમિ અને દેશ માટે પોતાનો જીવ આપી દીધો છે. તો ચાલો આપડે આ બંને વીર વિશે વિગતે માહિતી મેળવીયે. કાશ્મીર ના પુંજ જિલ્લા માં આતંકીઓ વિરુદ્ધ અભિયાન શરૂ છે તેવામાં નરખાસ વિસ્તારમાં આતંકીઓ સામેની જડપ માં દેશના બે જવાનો શહિદ થયા છે, જેમના નામ વિક્રમ સિંહ નેગી અને યોગંબર સિંહ છે.

તેમના પરિવારને હજુ સુધી તેમના મૃત્યુ વિશે વિશ્વાસ થતો નથી. આ બંને જવાનો ઉત્તરાખંડ ના રહેવાસી હતા કે જ્યાં શનિવારે બપોરે આ બંને જવાનો ના પાર્થિવ શરીર લાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર એક મહિના ની રજા પછી તેઓ જુલાઈ માં પાછા પોસ્ટિંગ પર ગયા હતા. જો વાત યોગંબર સિંહ ના પરિવાર વિશે કરીએ તો તેમાં તેમના માતા પિતા પત્ની અને એક વર્ષનું બાળક છે. કે જેઓ તેમની વીરગતિ બાદ ઘણા ઉદાસ છે.

જયારે વિક્રમ સિંહ નેગી ના પરિવારના એક સભ્ય ના જાણાવીયા અનુસાર નેગીએ હજી 5 વર્ષ પહેલાજ આર્મી માં જોડાયા હતા. તેઓ હજી યુવાન જ હતા તેથી તેમની પાસે તેમનું આખું જીવન હતું. તેમણે વધુ માં જણાવ્યું કે આ સારું નથી કે આતંકવાદ ને કારણે અમારા જુવાન છોકરાની જીવન લીલા પુરી થઇ ગઈ. તેમની વીરગતિ ની જાણ થયા બાદ તેમની પત્ની બિરજા દેવી અને 95 વર્ષ ના તેમના દાદી રુકમાં દેવી ની હાલત ઘણી ખરાબ છે. તેઓને એક 18 મહિનાનો બાળક પણ છે.

તેમની વીરગતિ બાદ ભારતીય આર્મી તરફથી ટ્વિટર પર એક ટ્વિટ મારફતે આ બંને શહીદ જવાનાને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સાંત્વના પણ પાઠવી. આ ઉપરાંત ઉત્તરાખંડ ના સીએમ પુષ્કર સિંહ ધામી એ પણ બંને જવાનો ને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી અને વધુ માં જણાવ્યું કે ઉત્તરાખંડ ના આ બંને વિરો બલિદાન કયારેય પણ ભુલાઈ તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *