Entertainment

શાહરૂખ ખાન દિકરી સુહાના અને નયનતારા સાથે વેંકટેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચ્યા , તેમની સાદગી જોઈને તમે પણ વખાણ કરશો….જુવો

Spread the love

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન આ સમયે પોતાની આવનારી ફિલ્મ ‘ જવાન ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યા છે ,જે 7 સપ્ટેમ્બર 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થવા જય રહી છે. ફિલ્મ રિલિજ થાય તેની પહેલા જ કિંગ ખાન ફરી એકવાર મંદિરોમાં જઈને આશીર્વાદ લેતા નજર આવી રહ્યા છે. ‘ જવાન ‘ ની રિલિજ ને હવે 2 દિવસ જ બાકી છે, એવામાં શાહરુખ ખાન 5 સપ્ટેમ્બર 2023 ના રોજ આંધ્રપ્રદેશ ના તિરુપતિ ના ‘ વેંકટેશ્વર સ્વામી મંદિર ‘ માં દર્શન કરવા પહોચ્યા હતા.આ દરમિયાન તેમની સાથે તેમની દીકરી સુહાના ખાન અને જવાન ફિલ્મ ની અભિનેત્રી નયાનતરા તથા તેના પતિ વિગ્નેશ શિવન પણ નજર આવ્યા હતા.

5 સપ્ટેમ્બર 2023 ની સવારે શાહરુખ ખાન ને તિરુપતિ ના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર માં માથા ટેકતા અને ઈશ્વર ના આશીર્વાદ લીધા હતા. સામે આવી રહેલ ફોટો અને તસવીરોમાં શાહરુખ ખાન ક્રીમ કલર ની ટ્રેડિશનલ ધોતી , શોર્ટ કુર્તા અને ગોલ્ડન બોર્ડર વાળા મેચિંગ સ્ટોલ માં નજર આવી રહ્યા હતા. તેમણે મંદિર ની બહાર ઉભેલા ભક્તો અને ફેંસ ને ફ્લાઇંગ કિસ ડેટા હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો.ત્યાં જ તેમની દીકરી સુહાના સફેદ સલવાર કમીજ માં દેખાઈ હતી. આના સિવાય નયનતારા અને વિગ્નેસ પણ સફેદ ડ્રેસમાં નજર આવ્યા હતા.

આની પહેલા ગયા મહિને શાહરુખ ખાન ને ચેન્નઈ માં ‘ જવાન ‘ ના ઓડિયો લોન્ચ ની પહેલા સખત સુરક્ષા ની વચ્ચે જમ્મુ- કશ્મીર માં ‘ વૈષ્ણોદેવી ‘ મંદિર માં દર્શન કરતાં જોવામાં આવ્યા હતા. જોકે અ મંદિરમાં તેમની પહેલી યાત્રા નહોતી. આની પહેલા તેઓ આજ વર્ષે જાન્યુઆરી માં ‘ પઠાણ ‘ ની રિલિજ પહેલા વૈષ્ણો દેવી મંદિરમાં પુજા અર્ચના કરી હતી, શાહરુખ ખાન ની ‘ જવાન ‘ ની વાત કરવામાં આવે તો આ તેમની બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ‘ પઠાણ ‘ ના લગભગ 8 મહિના પછી રિલિજ થવા જય રહી છે.

‘ પઠાણ ‘ ની રિલિજ પહેલા મીડિયાની સામે નજર નહીં આવનાર શાહરુખ ખાન ‘ જવાન ‘ ને લઈને પ્રમોશન કરી રહ્યા છે. ચેન્નઈ માં ‘ જવાન ‘ ના ભવ્ય ઓડિયો લોન્ચ અને પ્રિ રિલિજ કાર્યક્રમ માં ભાગ લીધા બાદ અભિનેતા 31 ઓગસ્ટ 2023 ના રોજ દુબઈ પહોચ્યા હતા જ્યાં ‘ જવાન ‘ ના ટ્રેલર ને બુર્જ ખલીફા માં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એટલી દ્વારા દિગ્દર્શિત અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત ‘જવાન’માં નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, સુનીલ ગ્રોવર, યોગી બાબુ અને રિદ્ધિ ડોગરા વગેરે પણ છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *