શિલ્પા શેટ્ટીના બાળકો વિયાન-સમિશા રક્ષાબંધન પર ટવિનિંગ કરતા જોવા મળ્યા,જ્યાં બંનેની મસ્તી કરતાની તસવીરો જોઈને દિલ હારી જશો…જુવો તસવીરો
શિલ્પા શેટ્ટી બૉલીવુડ ની મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રીઓ માની એક છે એ પોતાના શાનદાર લુક અને ફિટનેસ ના લીધે લાખો લોકોના દિલમાં રાજ કરતી જોવા મલી આવે છે. શિલ્પા એ 22 નવેમ્બર 2009 ના રોજ લંડન બેસ્ડ બીજનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. બંને એ વર્ષ 2012 માં પોતાના દીકરા વિયાન રાજ કુન્દ્રા નું આ દુનિયામાં સ્વાગત કરીને પોતાની પેરેન્ટ્સ હૂડ ની જર્ની ની શરૂઆત કરી હતી. શિલ્પા અને રાજ કુન્દ્રા નો પરિવાર 2020 માં પૂરો થયો.
જ્યારે શિલ્પા શેટ્ટી એ સરોગેસી દ્વારા પોતાની નાની રાજકુમારી સમીશા શેટ્ટી કુન્દ્રા નું આ દુનિયામાં સ્વાગત કર્યું.એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે જ શિલ્પા શેટ્ટી એક બહુ જ સારી માતા પણ છે અને પોતાના ફેંસ ને પોતાના બાળકોની પ્યારી જલકો દેખાડવાનો એક પણ અવસર છોડતી નથી. હાલમાં જ તેને પોતાના બાળકો ના રક્ષાબંધન ના સેલિબ્ર્રેશન ની થોડી તસ્વીરો પોસ્ટ કરી હતી. રક્ષાબંધન ના પવિત્ર તહેવારમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા એ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી રાખી સેલિબ્રેશન ની થોડી તસ્વીરો શેર કરી.
જેમાં શિલ્પા ના દીકરો અને દીકરી બહુ જ દિલ ખોલીને એન્જોય કરતાં જોવા મલી આવ્યા હતા. આ તસવીરોમાં વિયાન અને સમીશા યલો કલરના આઉટફિટ માં ટ્વિનિંગ કરતાં અને કેમેરાની સામે પોઝ આપતા નજર આવ્યા છે. જ્યાં વિયાન યલ્લો કલરના કુર્તા પાયજામા માં પ્યારા લાગી રહ્યા હતા તો ત્યાં જ સમીશા પણ શરારા સેટમાં બહુ જ સુંદર લાગી રહી હતી. જ્યાં ખુલ્લા વાળ અને મેચિંગ હેંડબેડ ની સાથે તે એક પરિ જેવી લાગી રહી હતી.
શિલ્પા શેટ્ટી દ્વારા પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર શેર કરેલ પહેલી તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે વિયાન પોતાની બહેન ને ગળે લગાવતા પોતાની બહેન ને ઉઠાવી રહ્યો છે.બાકીની તસવીરોમાં ભાઈ – બહેન ની જોડી કેમેરાની સામે અજીબ પોઝ આપતી જોવા મલી રહી છે. જ્યાં બંનેની સ્માઇલ બહુ જ પ્યારી અને ક્યૂટ લાગી રહી છે. આ બંને નાનાં બાળકોની ક્યૂટનેસ લાખો લોકો ના દીલને સ્પર્શી રહી છે. આ તસ્વીરો શેર કરતાં શિલ્પા શેટ્ટી એ કેપશનમાં લખ્યું કે આજે મહુર્ત મોડુ છે… પરંતુ આ સબંધ બહુ જ સારો છે.
શિલ્પા શેટ્ટીના બાળકોની આ તસ્વીરો પર સેલિબ્રિટીઓ થી લઈને ફેંસ પણ પ્રેમ ન્યોછાવર કરતાં જોવા મલી રહ્યા છે.3 ઓગસ્ટ 2020 ના રોજ શિલ્પા શેટ્ટી એ પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી દીકરી સમીશા અને વિયાન ની પહેલી રક્ષાબંધન ની પ્યારી તસવીર શેર કરી હતી જેમાં વિયાન ના હાથ પર રાખડી બાંધેલી જોઈ શકાય છે જેના પર ‘ ૐ’ લખ્યૂ છે. આ તસવીરમાં સમીશા ના તે સમય ના નાના હાથ પણ જોવા મળ્યા હતા જ્યાં તેના હાથમાં એક ગોલ્ડન ચૂડી પહેરી જોઈ શકાય છે.