શિલ્પા શેટ્ટી ના નવા મેકઅપ આર્ટિસ્ટ બન્યા તેના બે બાળકો પુત્ર વિયાન અને પુત્રી સમિષા એવો મેકઅપ કર્યો કે…….જુઓ વિડીયો.
બૉલીવુડ ના સ્ટાર પોતાના મુવી બાબતે અથવા તો પોતાની રિયલ લાઈફ ના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા માં હોય જ છે. બૉલીવુડ ની મહાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ ઘણા બધા મુવી માં કામ આપેલું છે. શિલ્પા શેટ્ટી એ ઘણી બધી મુવી માં મુખ્ય કિરદાર ની ભૂમિકા પણ ભજવેલી છે. શિલ્પા ના મુવી લોકો ને ખુબ જ પસંદ આવતા હોય છે તેની એક્ટિંગ એટલી સરસ હોય છે કે મુવી ની રોનક બદલી નાખે છે.
અત્યારે શિલ્પા શેટ્ટી ફિલ્મ માં ખાસ જોવા મળતી નથી. હાલ ના જીવન માં શિલ્પા શેટ્ટી અમુક ટીવી સિરિયલો માં જજ ની ભૂમિકા માં જોવા મળે છે. અને જજ ની ભૂમિકા પણ સફળતાપૂર્વક નિભાવતી જોવા મળે છે. ડાન્સ ની સિરિયલો માં શિલ્પા શેટ્ટી જજ ની ભૂમિકા નિભાવતી જોવા મળે છે. શિલ્પા શેટ્ટી ખાસ તો યોગા માં જોવા મળે છે. તે લોકો ને ખુબ જ સારી રીતે યોગા ની ટિપ્સ આપતી હોય છે. શિલ્પા શેટ્ટી એ પોતાનું બોડી યોગા દ્વારા ફૂલ મેન્ટઈન કરેલું છે.
હાલ સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટી નો તેના બે બાળકો પુત્ર વિયાન અને પુત્રી સમીશા સાથે જોવા મળે છે. વિડીયો ખુબ જ ક્યુટ લાગે છે. શિલ્પા શેટ્ટી પોતાના બન્ને બાળકો સાથે સમય પસાર કરી રહી છે. શિલ્પા શેટ્ટી એક બેસ્ટ અભિનેત્રી ની સાથે સુપર મોમ પણ છે. મુવી માં તો શિલ્પા શેટ્ટી નો મેકઅપ થતો ક્યારેય નહિ જોયો હોય પણ આ વાયરલ વિડીયો માં શિલ્પા શેટ્ટી ના બન્ને બાળકો શિલ્પા શેટ્ટી ને મેકઅપ કરતા જોવા મળે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી અને બન્ને બાળકો મેકઅપ રૂમ માં કાચ ની સામે બેસેલા છે જેમાં પુત્રી સમીશા શિલ્પા શેટ્ટી ના ખોળામાં છે અને પુત્ર વિયાન તેની બાજુમાં ઉભેલો છે. બન્ને શિલ્પા શેટ્ટી ને મેકઅપ કરતા જોવા મળે છે. બન્ને એ એવો મેકઅપ કર્યો કે શિલ્પા શેટ્ટી એક અલગ જ અંદાજ માં જોવા મળે છે. બન્ને વારાફરતી શિલ્પા ને મેકઅપ કરતા જોવા મળે છે. આ વિડીયો શિલ્પા શેટ્ટી ના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ વિડીયો.
View this post on Instagram