India

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં સન્નાટો ! આનંદ ઉલ્લાસ સાથે હોળી રમ્યા અને અચાનક સતીશ કૌશિકે કહી દીધું દુનિયા ને અલવિદા,

Spread the love

આપણા જીવનમાં મૃત્યુ ક્યારે સામે આવી જાય તે કહી શકાતું હતું નથી. હાલમાં ગણતરીના દિવસો પહેલા ધુળેટી નો તહેવાર ચાલી રહ્યો હતો. જેમાં બોલીવુડના પીઢ અભિનેતા સતીશ કૌશિક તેના મિત્રો સાથે હોળી ખૂબ રમ્યા હતા. પરંતુ હોળીના બીજા જ દિવસે તેઓ મોતને ભેટ્યા હતા.

આમ છેલ્લી ઘડીએ પણ સતીશ કૌશિકે પોતાના જીવનનો આનંદ માણ્યો હતો. વધુ વિગતે વાત કરવામાં આવે તો અભિનેતા સતીશ કૌશિક નું 67 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ચાહકો અને મિત્રો અને પરિવારમાં ભારે દુઃખની લાગણી છવાઈ ચૂકી છે. બોલીવુડના અભિનેતાઓમાં પણ આ બાબતે ખૂબ દુઃખ છવાઈ ચૂક્યું છે.

જાણવા મળ્યું કે હોળીના દિવસે સતીશ કૌશિક તેના મિત્રો સાથે હોળી રમ્યા તે દિવસના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર પણ કરેલા જોવા મળે છે. જેમાં જોવા મળે છે તેમ સતિષ કૌશિક પોતાના મિત્રો, પરિવારના સભ્ય સાથે ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા હતા. પરંતુ અચાનક તેઓનું મૃત્યુ થઈ જતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ભારે ખોટ પડી છે.

આ બાબતે અભિનેતા અનુપમ ખેરે લખ્યું કે મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે પરંતુ હું જીવતા જીવ મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત લખીશ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. 45 વર્ષની મિત્રતા ઉપર અચાનક આવી રીતે પૂર્ણવિરામ લાગી જશે. આમ બોલીવુડના અભિનેતા સતીશ કૌશિકને ભીની આંખે વિદાય આપી હતી. અભિનેતા સતીશ કૌશિકે અનેક મુવીમાં કામ કરેલું છે અને તેઓએ લોકોને ખૂબ હસાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *