ગાયિકા કિંજલ દવે ભાવિ પતિ સાથે દુબઇ ના પ્રવાસે દુબઇ ના દરિયાકિનારે માણી રહ્યા છે આનંદ જુઓ પ્રેમભરી તસ્વીર.
ગુજરાતમાં અનેક ગાયક કલાકારો અને ડાયરા ના કલાકારો આવેલા છે. આપણા ગુજરાતમાં વસતા ગાયક કલાકારો ગુજરાતની બહાર વિદેશમાં જઈને પણ ગુજરાતવાસીઓને પોતાના ગીતોથી જુમાવી દેતા હોય છે. આપણા ગુજરાતમાં ચાર ચાર બંગડીવાળી થી પ્રખ્યાત થયેલી ગાયક કલાકાર એટલે કિંજલ દવે. કિંજલ દવે ના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં તેના ચાહકો ઉમટી પડતા હોય છે.
વિદેશમાં પણ કિંજલ દવે અનેક કાર્યક્રમો કરતા હોય છે. કિંજલ દવેના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો કિંજલ દવે એ પવન જોશી નામના યુવક સાથે ચાર વર્ષ પહેલા સગાઈ કરી હતી. સગાઈને ચાર વર્ષ વીત્યા છતાં હજુ સુધી લગ્ન કર્યા નથી. જાણવા મળ્યું કે કિંજલ અને પવન બંને બાળપણના મિત્ર છે. પવન જોશી પાટણ જિલ્લાના ગામના રહેવાસી છે જે અમદાવાદમાં બિઝનેસ કરે છે. કિંજલ દવે અને પવન જોશી હાલમાં દુબઈના પ્રવાસે જોવા મળે છે.
કિંજલ દવે એ પોતાના instagram એકાઉન્ટમાં તેના ભાવિ પતિ પવન જોશી ની સાથે દુબઈથી ખૂબ જ પ્રેમ ભરી તસવીરો શેર કરેલી છે. બંને દુબઈના અલગ અલગ સ્થળોએ મોજ મસ્તી કરી રહ્યા છે. કિંજલ દવેની અને તેના ભાવી પતિ પવન જોશીની તસવીરો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દુબઈના પ્રખ્યાત સ્થળોમાં બંને દુબઈ નો આનંદ માણી રહ્યા છે અને દુબઈના દરિયા કિનારે પોતાના ભાવિક પતિ સાથે બેઠેલી જોવા મળે છે અને દુબઈના દરિયા કિનારોનો આનંદ માણતી જોવા મળે છે.
તો બીજી તસવીરમાં એક લક્ઝરીયસ કાર સાથે કિંજલ દવે એ ફોટો શેર કરેલો છે. કિંજલ દવે અને પવન જોશીના ફોટો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે. તસવીર શેર થતા તેની સાથે જ એક લાખથી પણ વધારે લોકો તેને જોઈને લાઈક કરી રહ્યા છે. બંને એકબીજાના પ્રેમમાં તરબતોળ થયેલા જોવા મળે છે અને સુંદર સુંદર રોમેન્ટિક પોઝ પણ આપી રહ્યા છે. તો તળાવની વચ્ચે બોટ નો પણ આનંદ માણતા બંને લોકો જોવા મળે છે. આમ પોતાના દુબઈ પ્રવાસને કપલ યાદગાર બનાવી દીધો છે જે તેના ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!