લગ્ન નો પ્રસંગ માતમ માં પરિણમ્યો. લગ્ન ની ખરીદી કરી સુરત થી પરત ફરતી વેળા એ અકસ્માત મા માતા-પિતા સહીત પુત્ર નું કમકમાટી ભર્યું મોત.
દિનપ્રતિદિન રોડ પર અકસ્માત ના કિસ્સાઓ માં વધારો થતો જ રહે છે. અકસ્માત માં કોઈ ને કોઈ વ્યક્તિ નો જીવ જાય જ છે. એવી જ એક ઘટના અકસ્માત ની સામે આવી છે.જેમાં અકસ્માત માં માતા-પિતા સહીત પુત્ર નું મૃત્યુ નીપજ્યું છે.
ચીખલી ના સમરોલી ગામે રહેતા પ્રફુલભાઇ પટેલ ની દીકરી યામિની જેના લગ્ન આગામી 25 મેં ના રોજ થવાના છે. પરિવાર માં લગ્ન ની ધૂમધામ થી તૈયારી ચાલી રહી હતી. અને કન્યા ના માતા-પિતા તેનો ભાઈ અને તેના માસી, માસી નો દીકરો લગ્ન ની ખરીદી માટે ઈકો કાર માં સુરત ગયા હતા. અને સુરત થી ખરીદી કરી પરત આવતા તેમની ઈકો ગાડી ને એકઅકસ્માત નડ્યો હતો.
આખો પરિવાર સુરત થી નવસારી પહોંચ્યા તે દરમિયાન તેમની ઈકો કાર નું એક કન્ટેનર સાથે ભયંકર અથડામણ થઈ હતી. અથડામણ ખુબ જ ભયાનક હતી અને જેમાં કન્યા ના માતા-પિતા અને ભાઈ મૃત્યુ પામ્યા હતા. અકસ્માત માં પાંચ લોકો મૃત્યુ પામ્યા.ઈકો ગાડી નો કુરુચો નીકળી ગયો હતો.
તેની દીકરી ને આ વાત ની જાણ થતા તેની માથે આભ ફાટે તેવી મહામુસીબતે આવી પડી છે. એક જ વાર માં આખો પરિવાર મોત ને ભેટતા પરિવાર માં શોક નો માહોલ ફરી વળ્યો છે. દીકરી ના આંસુ સુકાવાના નામ નથી લેતા.