આવતી દિવાળી માં સોનું થઈ જશે આટલું જાણીને તમને પણ થશે નવાઈ જાણો વિગત….

મિત્રો આપણે જાણીએ છિએ કે હાલ દિવાળી નો સમય ચાલી રહ્યો છે તેવામા દિવાળી પોતાની સાથે અનેક અન્ય તહેવારો લાવે છે આ સમય ગાળા દરમ્યાન ઘણા જ સારા દિવસો આવે છે જેમાં લોકો સોના અને ચાંદી જેવી અમૂલ્ય ધાતુ ખરીદવા પ્રેરાય છે.

તેવામાં ઘણા લોકો આવી ધાતુ ને ભવિસ્ય માં ખરીદવા માટે પણ વર્તમાનથી જ બચતો કરવા લાગે છે. લોકો આવી ધાતુઓ નો રોકાણ કરવાના હેતુથી પણ ખરીદે છે જો તમે પણ ભવિસ્ય માં સોનું અને ચાંદી ખરીદવા માંગતા હોવ તો આ અહેવાલ તમારાં માટે છે. બજાર નું રિસર્ચ કરનાર એક કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના જણાવ્યા અનુસાર આવનારા 12 મહિનામાં સોનાના ભાવ પર તેનો અંદાજ સકારાત્મક છે. એટલેકે સોના અંગે ભવિસ્ય સારું છે.

જો કે વર્તમાન પરિસ્થિતિમાં થોડા અવરોધો હોઈ શકે છે, જે ને કારણે રોકાણકારોને આ ધાતુઓ ખરીદીની તક આપી શકે છે. જો વાત વિશ્વ બજાર અંગે કરીએ તો વિશ્વ બજારમાં સોનું ફરી એકવાર વધીને $2000 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત સોનું તેના જીવનકાળની નવી ઊંચી સપાટી પણ બનાવી શકે છે. જો વાત દેશના બજાર અંગે કરીએ તો આગામી 12 મહિનામાં કિંમતો સોનાની કિંમત 52000 થી 53000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ માટે પહોંચી શકે તેમ છે.

આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2019 અને 2020 દરમિયાન સોનાના ભાવમાં સારો ફેરફાર જોવા મળ્યો હતો જો વાત વર્ષ 2019 અંગે કરીએ તો આ વર્ષ માં સોનું 52 ટકા જ્યારે વર્ષ 2020 માં સોનું 25 ટકાની નજીક રહ્યો છે. જ્યારે વર્ષ 2021માં સોનાના ભાવ માં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

જેને કારણે સોનું હાલ ના સમય માં રૂ. 47000 થી રૂ. 49000 પ્રતિ દસ ગ્રામ વચ્ચે વેપાર કરી રહ્યું છે. વર્ષ 2020 માં ભારતમાં સોનાની માંગ કોરોના ના કારણે ઘણી જ ઓછી જોવા મળી હતી. જે હાલના સમય માં ઝડપથી વધી રહી છે. જોકે હાલ ના સમય માં પહેલા કરતા પ્રતિબંધોમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે હાલના સમય માં મોટાભાગ ની દુકાનો ખુલ્લી છે અને હવે જ્યારે આ રોગચાળા ઓછો થઈ ગયો છે ત્યારે હાલના સમય માં એકંદર માંગમાં વધારો થયો છે, જેના કારણે સોનાની આયાતમાં પણ વધારો થયો છે. જેને કારણે સપ્ટેમ્બર 2021 સુધીમાં 740 ટન સોનાની આયાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરના અંતિમ ક્વાર્ટરમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 47 ટકા વધીને 139.1 ટન થઈ છે જે આગલા વર્ષે 94.6 ટન હતી. જ્યારે વાત ઘરેણાં અંગે કરીએ તો દેશમાં ઘરેણાં ની માંગમાં જુલાઈ-સપ્ટેમ્બર 2021ના સમયગાળા દરમિયાન 58 ટકાની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે અને મજબૂત માંગ, પ્રસંગની ભેટો, આર્થિક પુનઃપ્રાપ્તિ અને નીચા ભાવને કારણે 96.2 ટનની વૃદ્ધિ જોવા મળી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *