સોનમ કપૂર બનવા જઈ રહી છે માતા! પોતાના ગર્ભવતી અંગે જાહેરાત બાદ પહેલી વખત સામે આવ્યું કપલ ફોટાઓ જોઇને લોકોએ પણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા બોલીવુડ ની લોક પ્રિયતા આખા વિશ્વમાં જોવા મળે છે બોલીવુડ ના કલાકારો પણ ઘણી મોટી લોક ચાહના ધરાવે છે જેના કારણે આવા ચાહકો પોતાના પસંદગી ના આવા કલાકરો અને તેમના અંગત જીવન વિશે વધુ ને વધુ જાણવા માટે તત્પર રહે છે આપણે અહી આવાજ એક કલાકર વિશે વાત કરવાની છે કે જેમના ઘરે હાલમાં ખુશીઓ નો માહોલ છે કારણ કે તેમને ત્યાં નવા મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે.
આપણે અહી બોલીવુડ ના સુપર સ્ટાર અનીલ કપૂર ની પુત્રી સોનમ કપૂર વિશે વાત કરવા જઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે અનીલ કપૂર બોલીવુડ ના નામી કલાકર છે તેમણે અનેક હીટ ફિલ્મો આપીને લોકોમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે જોકે હાલમાં અનીલ કપૂર પોતાના બીજા લગ્નની અફવાઓ ને લઈને ઘણા ચર્ચામાં છે. જો કે આપણે અહી તેમની લાડકી અંગે વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છીએ કે અનીલ કપૂરની પુત્રી સોનમ કપૂર છે પિતાની જેમ સોનમ પણ બોલીવુડ માં ઘણી સક્રિય છે સોનમે પણ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો માં કામ કરીને પોતાની અલગ છાપ ઉભી કરી છે. જોકે હાલમાં સોનમ બોલીવુડ થી દુર છે કારણ કે તેમના ઘરે ખુશીઓ નો માહોલ છે આ ખુસી આવનાર નવા મહેમાન ને લઈને છે.
જણાવી દઈએ કે સોનમ કપૂરે વર્ષ ૨૦૧૮ માં જાણીતા બિઝનેશ મેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તેઓ માતા પિતા બનવા જઈ રહ્યા છે જેને લઈને સોનમ કપૂરે એક સોસ્યલ મીડયા પોસ્ટ પણ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે બે હદય અને ચાર હાથ તને ઉછેરવામાં શક્ય એટલું બેસ્ટ કરશું, જે તારા દરેક ડગલે એક સૂરમાં ધડકશે. એક પરિવાર કેજે તને પ્રેમ અને સપોર્ટ આપશે તારા સ્વાગત ને લઈને હવે રાહ જોવાતી નથી.
જો કે હાલમાં પોતાની ગર્ભવતી અંગે જાહેરાત કર્યા બાદ જાહેરમાં પહેલી વખત સોનમ કપૂર પતિ આનંદ અહુજા સાથે મુંબઈ માં જોવા મળ્યા હતા જણાવી દઈએ કે હાલમાં આનંદ અહુજાએ પોતાની નવી સ્ટોર નું ઉદ્ઘાટન કર્યું જેમાં સોનમ પતિ સાથે જોવા મળ્યા હતા આ સમયે તેઓ સફેદ ટીશર્ટ અને બ્લુ સૂટમાં જોવા મળ્યા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.