સોયાબીન ના સેવનથી થાય છે આટલા ફાયદા જાણો તેના ફાયદા અંગે શાકાહારી વ્યક્તિઓ માટે છે આ વસ્તુ……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં સ્વસ્થ શરીર કેટલું જરૂરી છે. માણસ ની સાચી સંપત્તિ સ્વસ્થ અને નિરોગી શરીર છે. તેમાં પણ જયારથી કોરોના જેવી ગંભીર બીમારી આવી છે ત્યારથી લોકોમાં સ્વાસ્થ્ય ને લઈને ઘણી જાગૃકતા જોવા મળે છે. લોકો પોતાના શરીર ને સ્વસ્થ બનાવવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે અનેક પપ્રકારના પ્રત્ય કરતા હોઈ છે. જો કે આપણા શાસ્ત્રોમાં અનેક એવી વસ્તુઓ અંગે માહિતી આપેલી છે. જેના માત્ર સેવનથી આપણે સ્વસ્થ શરીર મેળવી શકીએ છીએ. આજે આપણે અહીં એક એવી વસ્તુ અંગે વાત કરવાની છે જેનું સેવન આપણા શરીર ને ભરપૂર માત્રામાં પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વ યુકત કરી દે છે.
આપણે અહીં સોયાબીન વિશે વાત કરવાની છે. આ અહેવાલ માં આપણે જાણીશું કે કઈ રીતે સોયાબીનનું સેવન આપણા શરીર માટે ફાયદા કારક છે અને સોયાબીનમાં કયા કયા પોશાક તત્વો જોવા મળે છે. જણાવી દઈએ કે સોયાબીન ના સેવનથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. જો વાત સોયાબીનમાં હાજર તત્વો વિશે કરીએ તો તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ઉપરાંત વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન ઈ સાથો સાથ મિનરલ્સ અને એમિનો એસિડ ઘણી માત્રામાં હોઈ છે. જે શરીર ને અનેક રીતે ફાયદા કારક સાબિત થાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે લોકો પ્રોટીન નો સૌથી મોટો સ્ત્રોત ઈંડા અને માછલી ઉપરાંત મીટ ને મને છે. પરંતુ જેઓ શાકાહારી છે તેઓ પ્રોટીન માટે આવી વસ્તુઓનું સેવન કરતા નથી તો જણાવી દઈએ કે શાકાહારી વ્યક્તિ માટે સોયાબીન પ્રોટીન મેળવવાનું સૌથી મહત્વનું સાધન છે. જો કે તેમાં મીટ અને અન્ય નોનવેજ વસ્તુઓ કરતા વધુ પ્રમાણમાં પ્રોટીન હોઈ છે. જો વાત શરીર માં સોયાબીન ના સેવનથી થતા ફાયદા અંગે કરીએ તો તેની મદદથી શરીરનો વિકાસ થાય છે. ઉપરાંત ચામડી અને વાળને લગતી મુશ્કેલીઓ દૂર થાય છે.
જો વાત સોયાબીનમાં જોવા મળતા તત્વો અંગે કરીએ તો સોયાબીનના 100 ગ્રામમાં લગભગ 36.5 ગ્રામ પ્રોટીન અને 22 ટકા તેલ સાથો સાથ 21 ટકા કાર્બોહાઇડેટ અને 5 ટકા ભસ્મ હોઈ છે. જો વાત અન્ય વસ્તુઓ અને સોયાબીનમાં જોવા મળતા પ્રોટીન અંગે કરીએ તો જણાવી દઈએ કે 100 ગ્રામ સોયાબીન માં લગભગ 36.5 ગ્રામ પ્રોટીન હોઈ છે. જયારે એક ઈંડામાં 13 ગ્રામ 100 ગ્રામ દૂધ માં 3.4 ગ્રામ જયારે આટલા માંસ માં લગભગ 26 ગ્રામ પ્રોટીન હોઈ છે.
જો શરીર ને સ્વસ્થ રાખવું હોઈ તો એક દિવસમાં 100 ગ્રામ સોયાબીન નું સેવન કરી શકાય છે. આ ઉપરાંત જો વાત તેના અન્ય ફાયદા અંગે કરીએ તો સોયાબીનમાં હાજર એન્ટી ઓકસીડેન્ટ્સ ના કારણે કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે. જયારે તેના સેવનથી હાડકા મજબૂત થાય છે. સોયાબીનમાં રહેલા પ્રોટીન ના કારણે મેટાબોલિક સિસ્ટમ મજબૂત થાય છે. તેના કારણે કોષો ને પણ ફાયદો થાય છે. આ ઉપરાંત સોયાબીન ના સેવનથી મગજ ને પણ ઘણો ફાયદા થાય છે. સોયાબીનથી મગજ તેજ થાય છે. આ ઉપરાંત હૃદય ને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. જો વાત તેના સેવન અંગે કરીએ તો રાતના સમયે સુતા પહેલા એક પાત્રમાં પાણી લો. ત્યાર બાદ આ પાત્રમાં 100 ગ્રામ સોયાબીન પલાળો જે બાદ તેનું સેવન સવારે કરો. આ ઉપરાંત સોયાબીનનું શાક પણ કરી શકાય છે. આમ અલગ અલગ અનેક રીતે સોયાબીન શરીરને ફાયદા થાય છે.