IndiaNational

જાણો કઈરીતે 8 ફેલ આ છોકરાએ બનાવી કરોડોની કંપની જેની મદદ લેવા મુકેશ અંબાણી પણ જાય છે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દરેક ના જીવનમાં ભણતર ઘણું મહત્વનું છે. દરેક માતા પિતાની ઇચ્છા હોઈ છે કે પોતાનું સંતાન ભણી ગણી ને આગળ વધે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દરેક જગ્યા એ લોકો તમારી વેલ્યુ તમારાં ટેલેન્ટ ને આધારે નહીં પરંતુ તમારાં માર્ક અને ભણતર ના આધારે કરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં લોકો કહે છે કે શરૂ ભણો તો આગળ વધસો પરંતુ આપણે અહીં જે વ્યક્તિ વિશે વાત કરવાની છે તેમણે આ વાત ખોટી સાબિત કરી છે અને જણાવ્યું કે જીવનમાં સફળ થવા માટે ભણતર ગૌણ બાબત છે. તો ચાલો આપણે આ વ્યક્તિ વિશે માહિતી મેળવીએ કે જેમણે 8 ફેલ હોવા છતાં માત્ર 23 વર્ષની ઉમરે પોતાની કરોડો ની કંપની બનાવી જેની સેવા લેવા અનેક લોકો આવે છે.

આપણે અહીં મુંબઇ માં રહેતા એક હેકર કે જેમનું નામ ત્રિશનિત અરોરા છે તેમના વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત ત્રિશનીત અંગે કરીએ તો જણાવી દઈએ કે બાળપણ થીજ ત્રિશનીત ને ભણવા માં રસ ન્ હતો તેવામાં પરિવાર તરફથી તેમને કમ્પ્યુટર અપાવવા માં આવ્યું જે બાદ ત્રિશનીત નો રસ તેમાં વધ્યો અને તે આખો દિવસ કમ્પ્યુટર પર રમત રમવા લાગ્યો.

જેના કારણે ચિંતા વસ અત્રિ શનિ ના પિતાએ કમ્પ્યુટર માં પાસવર્ડ રાખવા લાગ્યા પરંતુ દરેક વખત તે કોઈ પણ મદદ વગર પાસવર્ડ તોડી નાખતો ત્રિશનિત અરોરા ની કમ્પ્યુટર પ્રત્યે લગાવ જોઈએ માતા પિતાએ તેને ટોક્વાનુ બંધ કર્યું. જે બાદ 8 માં ધોરણમાં ત્રિશનિત ફેલ થયો પછી તેણે પોતાના માતા પિતાને પોતાની કમ્પ્યુટર ની રૂચી અંગે જણાવ્યું.

જે બાદ ત્રિશનિતે કમ્પ્યુટર વિશે જાણવાનુ શરૂ કર્યું જેમા તેમના માતા પિતાએ પૂરતો સપોર્ટ કર્યો અને માત્ર 19 વર્ષની ઉંમરે તેઓ કોમ્પ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લિનીંગના એક્સપર્ટ બની ગયો હતો. જે બાદ તેમણે અનેક નાના પ્રોજેક્ટ માં કામ કર્યું તેમની આવક નો પહેલો ચેક 60 હજાર રૂપિયા નો હતો. જે બાદ આગળ જતા ત્રિશનિત અરોરા એ પોતાની કંપની શરૂ કરી જેનું નામ ‘ ટીએસી સિક્યુરિટી સોલ્યૂશન ’ છે . આ એક સાઇબર સિક્યુરિટી કંપની છે જે મોટી મોટી કંપનીઓને સુરક્ષા આપે છે.

જો વાત ત્રિશનિત અરોરા ની કંપની અંગે કરીએ તો જાણાવિ દઈએ કે હાલમાં તેમાંની ભારતમાં 4 ઓફ઼િસ છે જ્યારે એક ઓફિસ દુબઇમાં છે. જો વાત ત્રિશનિત ના અભ્યાંસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે 12 મુ ડિસેન્ટ એજ્યુકેશનથી કર્યું જે પછિ BCA કર્યુ. ત્રિશિનિત હેકર્ સાથે લેખક પણ છે તેમણે હેકિંગ ને લઈન ‘ હેકિંગ ટોક વિથ ત્રિશનિત અરોરાધ હેકિંગ એરા ’ અને ‘ હેકિંગ વિથ સ્માર્ટ ફોન્સ’નામથી પુસ્તકો લખ્યાછે. હાલમાં ત્રિશનિતની કંપનીનું રેવન્યુ 1 કરોડનું છે. જો વાત હાલમાં ત્રિશનીત પાસેથી સેવા લેનાર કંપનીઓ વિશે વાત કરીએ તો તેમાં રિલાયન્સ, CBI, પંજાબ પોલીસ એવન સાઇકલ, અમૂલ જેવી મોટી કંપનીઓ અને સરકારી એજન્સીઓના નામ શામેલ છે.

જણાવી દઈએ કે ત્રિશનીત ની આ કળાને અનેક લોકોએ બિરદાવી છે તેમને વર્ષ 2013 માં ગુજરાતના પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત વર્ષ 2014 માં પંજાબના ભૂત પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે ગણતંત્ર વિસ પર ‘ સ્ટેટ એવોર્ડ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *