Gujarat

સુરત બન્યું અંગદાનનું એપિસેન્ટર!! બ્રેનડેડથી નિધન થતા પરિવારે મહાકાવી એવી માનવતા કે જાણી તમે વખાણ કરી થાકશો…

Spread the love

હાલમાં અંગદાનને બધાં દાનો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે.લોકો દ્વારા સોના, ચાંદી ,હીરા, મોતી, પુસ્તકો, વસ્ત્રો ,મીઠાઈ જેવા અનેક દાનો કરવામાં આવતા હોય છે પરંતુ તેનાથી માત્ર વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય છે પરંતુ જો અંગદાન કરવામાં આવે તો તેનાથી એક આખા મનુષ્યને નવું જીવન મલી સકે છે.હાલમાં લોકોએ અંગદાન અંગે જાગૃતિ મેળવી છે જેનાથી અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેમના શરીરના અંગોનું દાન કરતા હોય છે અને આવા મહાદાન કરવા અંગે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય છે.

કેમકે તેનાથી એક વ્યક્તિને નવું જીવન મલી સકે છે.જે વ્યક્તિને તેના જીવન વિશે કોઈ માહિતી જ નથી હોતી કે તેઓ હવે જીવી શક્શે કે નહિ તેઓ આવા દાનથી ફરી એક વાર નવું જીવન મેળવતા હોય છે ત્યારે ગુજરાત માં આવેલ સુરત કે જેને  ટેકસટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે તે હવે ઓર્ગન ડોનર શહેર તરીકે પણ નામના મેળવી ચૂક્યું છે.જ્યાં અવારનવાર અંગદાન ના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ફરી એક અંગદાન નો કિસ્સો સામે આવી રહ્યો છે. જ્યાં પંકજકુમાર ગોયલ નામના વ્યક્તિ ના પરિવારે તેમના હદય, ફેફસા, લીવર અને કિડની નું દાન કરીને સમાજ ને એક નવી દિશામાં આંગળી ચીંધી છે.

માહિતી માં જાણવામાં આવ્યું કે કોલકાતા ના નિવાસી અને હાલમાં સુરતના પાલનપોર ગામના રોડ પર રહેતા પંકજકુમાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. પંકજ કુમાર એસ્સાર ગ્રૂપની ભાટપોર માં આવેલી સીરોસ એનર્જી કંપની માં CFO તરીકે ની ફરજ બાજવી રહ્યા હતા. તેમને અચાનક જ 5 જુલાઇ ના રોજ માથામાં સતત દુખાવો થતાં અને શરીરમાં નબળાઈ આવતા તેમણે નજીક ના ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર માટે જ્યારે CT સ્ક્રેન અને MRI કરાવવામાં આવ્યું તો જાણ થઈ કે તેમને બ્રેઇન સ્ટ્રોક થયું હતું.

આથી પરિવારના લોકોએ તેમણે વધુ સારવાર માટે INS હોસ્પીટલમાં દાખલ કર્યા જ્યાં 11 જુલાઇના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પંકજકુમાર ને બ્રેઇનડેડ જાહેર કરતાં ડોનેટ લાઈફ ની ટિમ હોસ્પિટલ  ખાતે પહોચી હતી અને પંકજકુમાર ની પત્ની શ્રુકૃતિ, પિતા હરિકૃષ્ણભાઈ, ભાઈ સંજીવભાઇ અને રામઅવતાર ભાઈ , ભાભી જયરાધાબેન સહિત ના પરિવારના લોકોને અંગદાન નુ મહત્વ સમજાવ્યું અને તેની સમગ્ર પ્રકિયા ની જાણકારી આપી.

આ અંગદાન ની જાણકારી અને મહત્વ સમજ્યા બાદ પંકજ કુમાર ની પત્ની શ્રુકૂતી બેન એ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગદાન અંગે પંકજ કુમાર ની પત્ની શ્રુકૃતિ બેન એ જણાવ્યુ કે મારા પતિ બ્રેન ડેડ થયા છે અને આથી તેમનું મૃત્યુ નિશ્ચિત છે. આમ પણ શરીર તો રાખ જ થઈ જવાનું છે ત્યારે મારા પતિના અંગોના દાનથી ઓર્ગેન ની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે અમે સંમત છીએ. પંકજ કુમાર ના આ અંગો ને સુરતની INS હોસ્પિટલ થી સમયસર અમદાવાદ હવાઈ માર્ગ દ્વારા પહોચડવામાં આવ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *