Categories
Entertainment

વિક્કી કૌશલ એ પોતાના અને કેટરીના ના ત્રણ મેજિકલ શબ્દોનો ખુલાસો કરતાં કહી એવી વાત કે સાંભળીને શોક લાગશે, કહ્યું કે અમે બંને એકબીજાને … જાણો વિગતે

કેટરીના કૈફ  અને વિક્કી કૌશલ બૉલીવુડ ના સૌથી પ્યારા જોડા માના એક છે થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને એ 9 ડિસેમ્બર 2021 ના રોજ લગ્ન કરી લીધા હતા. ત્યારેથી જ બંને સતત કપલ ગોલ્સ આપી રહ્યા છે. આ વચ્ચે જ વિક્કી કૌશલ એ હાલમાં જ પોતાના સબંધના ત્રણ જાદુઇ શબ્દોનો ખુલાસો કર્યો છે જે ‘ આઈ લવ યુ ‘ નથી. નિખિલ તનેજા ની સાથે પોતાના હાલમાં જ થયેલ એક ઇન્ટરવ્યુ માં વિક્કી કૌશલ એ પોતાની અને કેટરીના ના લગ્નજીવન નો એક મજેદાર કિસ્સો શેર કર્યો.

હેન્ડસમ અભિનેતા વિક્કી કૌશલ એ જણાવ્યુ કે તેમની પત્નીને વાત કરવી પસંદ છે,જ્યારે તેમણે સાંભળવી પસંદ છે શરૂઆતમાં વિક્કી, કેટરીના ને કહેતા કે તેમને  વાત કરવાનો અવસર મળતો નથી. વિકી એ જણાવ્યુ કે આ રીતે શરૂઆત ના દિવસો માં તે ‘ આઈ લવ યુ ‘ કહેવા કરતાં ‘ લેટ મી ટોક ‘ કહેતા હતા. અભિનેતા એ શેર કર્યું કે તેઓ પછી આના પર હસતાં પણ હતા. વિક્કી કૌશલ એ કહ્યું કે તેના વિશે પછીથી અમે તેના પર હસતાં હતા.પરંતુ અમારી પ્રથમ કેટલીક દલીલો દરમિયાન હું કહીશ, ‘સાંભળો, મને વાત કરવાની તક મળતી નથી.’ તે એક એવી વ્યક્તિ છે જે વાત કરવાનું પસંદ કરે છે.

અને હું એક એવી વ્યક્તિ છું જે સાંભળવાનું પસંદ કરે છે, પરંતુ જ્યારે તમે બે અલગ-અલગ બાજુઓ પર હોવ અને તમે સમજણ મેળવવા અને વાત-સાંભળવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો તમારે બંનેએ દરેકને સાંભળવું પડશે. અન્ય. તેથી તે અમારી આંતરિક મજાક હતી કે મેં કહ્યું કે ‘ આઈ લવ યુ ‘ કરતાં ‘લેટ મી ટોક ‘. અમારી વચ્ચે આ ત્રણ જાદુઈ શબ્દો હતા અને અમે તેના વિશે ખૂબ હસ્યા. પરંતુ જ્યારે હું અસ્વસ્થ હોઉં અથવા આક્રમક હોઉં,

ત્યારે તેની  જેની સાથે હું વાત કરું છું અને તેને ઉકેલવા માંગુ છું.આ દરમિયાન જ રૂબરૂ માં વિક્કી કૌશલ એ પોતાની અને કેટરીના ની ડેટિંગ લાઈફ ને લઈને થોડા કિસ્સાઓ પણ શેર કર્યા હતા જેને તેઓએ લગ્ન કર્યા સુધી છુપાવીને રાખ્યા હતા. આની વિષે વાત કરતાં વિક્કી એ ખુલાસો કર્યો હતો કે તેમની માટે સૌથી મોટો ટર્ન ઓન કેટરીના નું લોકોની પ્રત્યે દયાળુ હોવું હતું. અબીનેતાએ જણાવ્યુ કે તે અને કેટરીના શરૂઆત થી જ એકબીજા ને લઈને સિરિયસ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

મુંબઈમાં વરસાદની મજા લેતા જોવા મળ્યા કેટરીના કૈફ અને વિક્કી કૌશલ, એવી રોમેન્ટીક તસવીર શેર કરી કે જોઇને નજર નહીં હટે … જુવો તસ્વીરો

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ બી ટાઉન ના એવા કપલ છે કે જેના ફેંસ તેમની એક જલક જોવા માટે આતુરતાથી રાહ જોતાં હોય છે. પોતાના વેકેશન થી લઈને કોઈ ખાસ સમય ને એક સાથે એન્જોય કરવા સુધી આ કપલ પોતાની શાનદાર કેમીસ્ટ્રી અને પ્યારી જલકો થી ફેંસ ના દિલ જીતી લેતા હોય છે. ત્યારે ફરીએકવાર કેટરીના કૈફ એ પોતાની અને વિક્કી ની થોડી રોમેન્ટીક તસ્વીરો શેર કરી છે.

6 ઓગસ્ટ 2023 ના રોજ કેટરીના એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી થોડી પ્યારી તસ્વીરો શેર કરી, જેમાંની પહેલી તસવીરમાં કેટરીના ને પોતાના હેન્ડસમ પતિ વિક્કી ની સાથે જોઈ શકાય છે. તેમણે બ્લેક કલર ની સ્લીવ્લેસ ટી શર્ટ અને મેચિંગ કેપ પહેરી છે, એક અન્ય તસવીરમાં વિક્કી ને પોતાની પત્ની કેટરીના ને કિસ કરતાં હોય એમ પણ જોઈ શકાય છે. આ દરમિયાન વગર મેકઅપ અને હાઇ બન સાથેના વાળમાં કેટરીના બહુ જ કુલ લાગી રહી છે.

આની પહેલા 16 મે 2023 ના રોજ કેટરીના કૈફ એ પોતાની ડેટ નાઈટ ની બે પ્યારી તસવીર શેર કરી હતી વાસ્તવમાં અભિનેત્રી એ પોતાના ઘરે પતિ વિક્કી કૌશલ માટે બર્થડે ની એક પ્રાઈવેટ ડેટ હોસ્ટ કરી હતી. પહેલી મોનોક્રોમ ફોટોમાં વિક્કી અને કેટરીના એકબીજા ની આંખોમાં ખોવાયેલા એક સાથે ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. ફલતરી સ્લીવ ગાઉન માં કેટરીના બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં જ વિક્કી ઓલિવ ગ્રીન કલર ની સ્વેટશર્ટ માં મેચિંગ જીન્સમાં હેન્ડસમ લાગી આવ્યા હતા.

આ ફોટો સાથે કેપશનમાં લખ્યું હતું કે થોડો ડાન્સ, બહુ બધો પ્રેમ… જન્મદિવસ ની શુભકામના મારા લવ. 4 ઓગસ્ટ 2023 ના રોજ વિક્કી કૌશલ એ મુંબઈ માં એક કાર્યકર્મ દરમિયાન જણાવ્યુ હતું કે જ્યારે એકવાર તેઓ પોતાની સ્ટેજ પર્ફોર્મન્સ માટે ગભરાઈ ગયા હતા ત્યારે કેટરીના એ તેમની ગભરામણ દૂર કરી હતી. વિક્કી કહ્યું કે મને અને કેટરીના ને કોઈ સ્કૂલ ના વાર્ષિક ઉતસવમાં મદુરે જવાનું હતું. હું અંતના સમયમાં જય શક્યો નહીં કેમકે મારે આસામ માં પરફોર્મ કરવાનું હતું. એક લાખ લોકોની સામે અને ત્યાં આટલી બધી ભીડ જોઈને હું ગભરાઈ ગયો હતો. ત્યારે કેટરીના એ મારી ગભરાહત દૂર કરી હતી.

Categories
Entertainment

અભિનેત્રી કેટરિના કૈફ પતિ વિકી કૌશલનો હાથ પકડીને એરપોર્ટમાં પ્રવેશી જ્યાં પતિ સાથે કિલર પોઝ આપતી નજર આવી….જુવો વીડિયો

વિકી કૌશલ અને કેટરિના કૈફ બી-ટાઉનનું સૌથી સુંદર કપલ છે,જેઓ  તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય મેળવીને વેકેશન પર જવાનો કોઈ તક છોડતા નથી. જ્યારે બંનેના જન્મદિવસની વાત આવે છે, ત્યારે તેઓ તેમના મનપસંદ સ્થાન પર તેમના ખાસ દિવસની ઉજવણી કરે છે. ત્યાં જ અભિનેત્રી કેટરીના કૈફ એ પોતાના  40માં જન્મદિવસના એક દિવસ પહેલા 15 જુલાઈ,2023 ના રોજ આ કપલ ને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું, જ્યાંથી તેઓ અભિનેત્રીના જન્મદિવસની ઉજવણી કરવા માટે શહેરની બહાર જય રહ્યા હતા.

15 જુલાઈ 2023ના રોજ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વિડિયોમાં કેટરિના અને વિકી કૌશલ એરપોર્ટમાં હાથ પકડીને પ્રવેશતા જોવા મળ્યા હતા, જ્યારે તેઓ પાપારાઝી માટે પોઝ આપતા હતા. જ્યાં કેટરિનાએ પોતાની મુસાફરી માટે  ફ્લોરલ ફુલ-સ્લીવ ટોપ પહેર્યું હતું, જેમાં ફ્લેર્ડ ડેનિમ્સ અને વ્હાઇટ સ્નીકર્સ હતા. જ્યાં બીજી બાજુ વિકીએ સફેદ ટી-શર્ટ, બ્લેક જેકેટ, પેન્ટ અને સફેદ સ્નીકર્સ સાથે તેના દેખાવને મેચિંગ બનાવ્યો હતો તે બેકપેક પણ લઈને જતો હતો. આ સાથે જ બંને કપલ કાળા ચશ્મા પહેરીને બંને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા હતા.

વિકી અને કેટરિનાનો વીડિયો સામે આવતા જ ચાહકોએ તેમના ફેવરિટ કપલ પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યાં કમેંટ કરતા તેમના એક ચાહકે લખ્યું કે કેટરીના  કૈફ ખૂબ સુંદર છે.જ્યારે એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું કે સુંદર વિકી કૌશલ સાથે સુંદર કેટરીના .  તમને જણાવી દઈએ કે વિકી અને કેટરિનાના લગ્ન ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં થયા હતા. ગાંઠ બાંધતા પહેલા આ કપલે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું હતું.

કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં બોલતા કેટરીનાએ કહ્યું હતું કે હું તેના (વિકી) વિશે વધુ જાણતી ન હતી. તે માત્ર એક નામ હતું જેના વિશે મેં સાંભળ્યું હતું પણ તેને ક્યારેય માલ;ઇ નહોતી પરંતુ પછી જ્યારે હું તેને મળી તો તેનાથી  હું પ્રભાવિત થઈ , તે મારું નસીબ હતું અને તે ખરેખર બનવાનું હતું. ત્યાં ઘણા સંયોગો હતા કે એક સમયે તે બધું ખૂબ અવાસ્તવિક લાગ્યું. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના હવે પછી સલમાન ખાન સાથે એક્શન-થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે.

આ ફિલ્મ 2023ની દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ સિવાય તેની પાસે વિજય સેતુપતિની સાથે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ પણ છે. ચાહકો તેને આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જોશે. ત્યાં જ વિકીએ તાજેતરમાં રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેમાં તૃપ્તિ ડિમરી પણ છે. તે મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત ‘સામ બહાદુર’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
Entertainment

વિકી કૌશલ અને કેટરિના કૈફ કોફી ડેટ પર રોમેન્ટિક થયા, એક બીજા સાથે ક્યૂટ લાગી આવ્યા આ બૉલીવુડ કપલ …. જુવો તસ્વીરો

બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ હાલમાં જ પતિ વિક્કી કૌશલ ની સાથે વેકેશન મનાવીને મુંબઈ પરત આવી છે. કેટરીના અને વિક્કી એ વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા. બને ના લગ્ન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ હતી. વિક્કી અને કેટરીના બંને એકબીજાને બહુ જ પ્રેમ કરે છે અને આજ કારણ છે કે બંને એકબીજા પર પોતાનો પ્રેમ લુટાવનો કોઈ અવસર છોડતા નથી. સોશિયલ મીડિયા પર પણ આ બંને ની રોમેન્ટીક તસ્વીરો અવારનવાર શેર કરતાં રહેતા હોય છે.

ત્યારે હાલમાં જ કેટરીના કૈફ એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પર બ્રેકફાસ્ટ ની થોડી તસ્વીરો શેર કરી છે. આ તસવીરોમાં વિક્કી અને કેટરીના મોર્નિંગ કોફી ને એન્જોય કરતાં નજર આવી રહ્યા છે. કેટરીના કૈફ એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી ત્રણ તસ્વીરો શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં કેટરીના વિક્કી ને નિહારતી નજર આવી રહી છે. તો ત્યાં જ બીજી તસવીર કોફી ની છે. અને ત્રીજી તસવીરમાં પેંનકેક નજર આવી રહ્યા છે.

આ તસ્વીરોને શેર કરતાં કેટરીના કૈફ એ કેપશનમા લખ્યું છે કે સવાર ની કોફી, સૌથી બેસ્ટ હોય છે. કેટરીના ની આ તસવીર પર લોકો બહુ બધા કમેંટ કરી રહ્યા છે. કેટરીના ના આ પોસ્ટ પર એક યુજરે લખ્યું કે ભગવાન તમને બંને ને હમેશા ખુશ રાખે આજ મારી પ્રાથના છે. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે તમે વિક્કી ની સાથે બહુ જ ખુશ એ શાંતિ ની સાથે નજર આવી રહી છો. આ જોઈને બહુ જ ખુશી થાય છે.

તમને બહુ બધો પ્રેમ કેટરીના કૈફ. એક યુજરે વિક્કી અને કેટરીના ને લઈને લખ્યું કે પહેલી તસવીર કેટલી બધી સુંદર છે. જો કામની વાત કરવામાં આવે તો કેટરીના કૈફ સલમાન ખાન ની સાથે ફિલ્મ ‘ ટાઈગર 3 ‘ માં નજર આવશે. મનીષ શર્મા સ્ટારર આ ફિલ્મ 10 નવેમ્બર ના રોજ રિલિજ થસે. આ ફિલ્મ ‘ ટાઈગર’ ફ્રેંચાઇજિ ની ત્રીજી ફિલ્મ છે. આના સિવાય કેટરીના કૈફ ફિલ્મ ‘ જી લે જરા ‘ માં પણ નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!