ડાયરો હોય તો આવો ! કલાકારો એ ડાયરાની એવી રમઝટ બોલાવી કે, લોકો એ કલાકારો પર મન મૂકીને રૂપિયા નો વરસાદ કર્યો.
ગુજરાત મા ખુબ જ બહોળા પ્રમાણ માં લોક્ડાયરાઓ નું આયોજન થતું હોય છે. લોક્ડાયરાઓ માં લોકો બહોળી સંખ્યા માં હાજર થતા હોય છે. ખાસ વાત તો એ કે લોકો લોક્ડાયરાઓ માં રૂપિયાનો વરસાદ કરી દેતા હોય છે. એટલા બધા રૂપિયાનો વરસાદ કરતા હોય છે કે સ્ટેજ ઉપર ચારે તરફ બસ રૂપિયા જ રૂપિયા જોવા મળે છે. એવો જ એક ડાયરાનો પ્રોગ્રામ રાજકોટ માં આયોજિત થયો હતો. જેમાં ભાજપ ના મોટા મોટા નેતાઓ એ હાજરી આપી હતી.
રાજકોટ જિલ્લા ના ભાજપ ના ગ્રામ્ય ના ધારાસભ્ય લાખા સાગઠીયા એ લોકડાયરાનું આયોજન કર્યું હતું. આ લોકડાયરાનું આયોજન ખુબ જ સુંદર હતું. લોકો એ રૂપિયાનો વરસાદ કરી નાખ્યો હતો. આ લોકડાયરામાં મહાન કલાકારો એવા કિંજલ દવે, રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા એ લોકગીતો અને સાહિત્ય ની રમઝટ બોલાવી હતી. આ બધા કલાકારો આખા ગુજરાત માં લોકો ના પ્રિય કલાકારો છે. આ કલાકારો નો ડાયરો હોય એટલે દૂર દૂર થી લોકો પ્રોગ્રામ માં હાજરી આપવા માટે આવતા હોય છે.
આ ડાયરામાં ભાજપ ના મોટા મોટા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ ના દક્ષિણ ના ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મા લોકડાયરા નું આયોજન હોય ત્યારે સૌરાષ્ટ્ર મા થતા લોકડાયરા માં ધોળ ઉડાવવાની પરમ્પરા જોવા મળે છે એટલે કે સૌરાષ્ટ્ર માં જયારે લોક્ડાયરાઓ હોય ત્યારે લોકો ખુબ જ રૂપિયા ઉડાડતા જોવા મળે છે.
રાજકોટ મા યોજાયેલા આ ડાયરામાં લોકો એ ખુબ જ રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકો એ રૂપિયા નો વરસાદ કરી ને ચારે બાજુ બસ રૂપિયા ની પથારી પથારી જ કરી દીધી હતી. અને લોકો એ આ ડાયરામાં રૂપિયાના બંડલો ને બંડલો જ ઉડાવ્યા હતા. લોકો એ આ ડાયરામાં માં મોટી સંખ્યા માં હાજરી આપી હતી. અને આ દરમિયાન લોકો એ પોતાના મોબાઇલ ની ફ્લેશ લાઈટ કરીને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!